કડી તાલુકાના નંદાસણ પોલીસે સરસાવથી માથા તરફથી આવી રહેલ એક ઈકો ગાડીમાંથી રૂ.12,276 દારૂ સાથે ગાડી જપ્તી કરી હતી જ્યારે વિદેશી દારૂ લઈને આવી રહેલ ઈસમ સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
વિદેશી દારુ અને બિયરની બોટલો મળી આવી
સમગ્ર રાજ્યમાં હાલ લઠ્ઠાકાંડની ઘટના અનેક પરિવારના લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં પણ દેશી અને વિદેશી દારુનું વેચાણ કરતા બુટલેગરોને જાણે પોલીસનો કોઈ જાતનો ડર જ ના હોય તે રીતે ખુલેઆમ કરી રહ્યા છે. દારુની હેરાફેરી ત્યારે નંદાસણના સરસાવથી માંથાસુર ગામ તરફથી એક ઈકો ગાડીમાં દારુ ભરીને હેરાફેરી કરવા નિકડેલ સોઢા રણજીતસિંહ ઉર્ફે લાલો ભીખાજી તખુજી રહે સરસાવ,કડી જે પોતાની ઈકો ગાડી નંબર GJ 02 DA 4751માં ગેરકાયેદસર પાસ પરમીટ વગરનો ભારતિય બનાવટી વીદેશી દારૂ નાની મોટી કંપનીના દારુની બોટલ નંગ 22 જેની કિંમત 3111/- તથા બિયર નંગ 66 કિંમત 1920 /- કુલ 5036/- રોકડ રકમ 2240/- મોબાઇલ ફોન કિંમત 5000/- તથા ઈકો ગાડી કિંમત 2,00,000/- કુલ મળી 2,12,276/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
નંદાસણ પોલિસે સોઢા રણજીતસિંહ ઉર્ફે લાલોને પોતાની ઈકો ગાડી ભરી વિદેશી દારુની હેરાફેરી કરતા ઈસમ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો નંદાસણ પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.