ચાઈનીઝ દોરીના વેચાણ પર પોલીસની તવાઈ:કડીના શાક માર્કેટ પાસેથી તેમજ કલ્યાણપુરાથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 45 રીલ પોલીસે જપ્ત કર્યા, બે આરોપીની ધરપકડ

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉતરાયણના મહાપર્વ નિમિત્તે ઠેર ઠેર ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી છે અને ઉતરાયણના હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેટલાક ઈસમો મોટો નફો કમાવવા માટે ચાઈનીઝ દોરીનો વેપલો કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘાતિક ચાઈનીઝ દોરી ઉપર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. ત્યારે કડી તાલુકાના બાવલુ પોલીસે કલ્યાણપુરા ગામેથી ચાઈનીઝ દોરીના 42 રીલ કબજે કર્યા હતા. તેમજ આરોપીની ધરપકડ કરાઈ હતી અને કડીના શાક માર્કેટ પાસેથી ત્રણ રીલ ચાઈનીઝ દોરીના પોલીસે જપ્ત કર્યા હતા. ત્યાંથી પણ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો કરતા ઈસમો ઉપર કાર્યવાહી કરવા સારું અલગ અલગ જગ્યાએ ટીમો બનાવીને પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટાફ કલ્યાણપુરા ગામે પહોંચતા ખાનગી રાહે બાદમી મળી હતી કે કલ્યાણપુરા ગામે આવેલ સિદ્ધેશ્વરી પાન પાલનની અંદર રવિ પટેલ નામનો ઈસમ પ્રતિબંધિત ચાઈની દોરીનો વેપલો કરી રહ્યો છે. જે અનુસંધાને પોલીસે કોર્નર કરીને રેડ કરતા 42 પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 12,600 મુદ્દામાલ કબજે કરીને રવિ પટેલ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઉતરાયણના તહેવાર નિમિત્તે કેટલાક ઈસમો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો કરી રહ્યા છે. ત્યારે કડી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડી શહેરમાં આવેલા શાકમાર્કેટની પાસે રાવળવાસમાં રહેતો આકાશ રાવળ કે જે પોતાના ઘરમાં પ્રતિબંધિત ચાઈની દોરીનો વેપલો કરી રહ્યો છે. પોલીસે બટામીની ખરાઈ કરીને જ સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ત્રણ રીલ કબજે કર્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 600નો મુદ્દા માલ કબજે કરીને આકાશ રાવળ ઉપર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...