કડી શહેર તેમજ તાલુકાની અંદર કડી પોલીસે ગેરકાયદેસર ચાલતા ધંધાઓ ઉપર લાલ આંખ કરી છે. ત્યારે કડી શહેરના ગાંધી ચોક પાસે આવેલી બકરાવાલી ચાલીમાં ચાલતા જુગાર ધામ ઉપર કડી પોલીસે રેઈડ કરીને 16 ઇસમોને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 2,4,800 નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહન તેમજ સરકારી વાહનમાં અલગ અલગ જગ્યાએ જુગારગત અને પ્રોહીબિશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો વડવાળા હનુમાનજીના મંદિર પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી બકરાવાલી ચાલીમાં જોગણી માતાજીના મંદિરની બાજુમાં નસીબ રાઉમા રહે કડી બહારથી માણસો બોલાવીને ઘેર કાયદેસર રીતે જુગાર રમાડે છે. જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવીને કોર્નર કરીને રેઈડ કરતા જુગાર રમતા 16 ઈસમો રંગે હાથ ઝડપાઈ ચૂક્યાં હતા.
કડી પોલીસે ગાંધી ચોક પાસે આવેલી બકરા વાલી ચાલીમાં રેઈડ કરતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જ્યાં પોલીસે 16 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 2 લાખ 4 હાજર 800 નો મુદ્દામાલ તેમજ રોકડ રકમ જપ્ત કરી હતી અને 16 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.