આરોપી જેલના સળિયા પાછળ:કડીના મેડા આદરજ ગામે મોબાઈલ લેતી દેતીના ઝઘડામાં યુવકનું મોત કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપ્યો

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના મેડા આદરજ ગામે આજથી બે દિવસ અગાઉ એક યુવકે તેમના જ ગામના યુવકને મોબાઇલ ફોન આપ્યો હતો. જેના પૈસાની ઉઘરાણી મામલે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતુ. જેના આરોપીને બાવલુ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો અને આગળની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના મેડા આદરજ ગામે રહેતા રમણભાઈ રાવળ અને તેમનો દીકરો કરણ બંને પિતા પુત્ર ચાલતા તેમના ગામ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન તેમના જ ગામના રમેશજી ઠાકોરને કારણે બે ત્રણ દિવસ પહેલા મોબાઇલ ફોન આપ્યો હતો. જે બાબતે રમેશજી ઠાકોર સામેથી ચાલતા આવી રહ્યા હતા ત્યારે કરણે રમેશજીને કહ્યું કે, મેં તમને ફોન આપ્યો હતો કા તો તમે મને ફોન પાછો આપી દો અથવા તો પૈસા આપી દો જેવી બાબતમાં ઝઘડો થયો હતો. જેમાં કરણને રમેશજી ઠાકોરે માથામાં લોખંડની પાઇપ મારતા તેઓને ઇજાઓ પહોંચી હતી અને સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું.

કડીના મેડા આદરજ ગામ ખાતે એક યુવકનું મોત નીપજ્યું હતું. જે અંતર્ગત બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એન. રાઠોડ સહિતના પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ દિશામાં આરોપીને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હત્યા કરનાર આરોપી રમેશજી ઠાકોર મેડા આદરજ ગામ ખાતે હાજર છે. જેના અનુસંધાને પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફના માણસો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આરોપીને ઝડપીને જેલના હવાલે હતો અને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...