વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:કડીના છાલેસરા ગામના નેડિયામાંથી પોલીસે વિદેશી દારૂની 60 બોટલ સાથે 1 ઈસમની ધરપકડ કરી, 1ફરાર

કડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી પોલીસ સ્ટેશનનું સ્ટાફ પ્રોહીબિશન તેમજ જુગા લગત કામગીરીમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસે બાતમીના આધારે કડી તાલુકાના છાલેસારા ગામે આવેલા નળિયામાંથી 60 બોટલ વિદેશી દારૂની ઝડપી હતી અને 1 ઈસમની ધરપકડ કરાઈ હતી. જ્યારે સ્થળ ઉપરથી 1 કિસમ ફરાર થઈ ગયો હતો.

કડી પોલીસ સ્ટેશનના નિકુલભાઇ તેમજ સુહાગ ભાઈ અન્ય સ્ટાફ અલગ અલગ જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો નગરાસણ ગામ તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન ખાનગી રહે બાદમી મળી હતી કે, છાલેસરા ગામે આવેલા ફાટા વાળા નેળિયામાં કુંવરજી ઠાકોર નામનો ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપાર કરી રહ્યો છે અને જે પ્રવૃત્તિ હાલ ચાલી રહી છે.

કડી પોલીસે છાલેસરા ગામે ફટાવાળા નળિયામાં રેડ કરતા કુવરજી ઠાકોર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ ચુક્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી 60 વિદેશી દારૂની બોટલ કરી હતી. જેની કિંમત રૂપિયા 30,000 તેમજ કસુભા નામનો ઈસમ સ્થળ ઉપરથી ફરાર થઈ ચૂક્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરીને બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધ હતી અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...