તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:કડી સર્વ વિદ્યાલય દ્વારા કોરોના વોરિયર્સના સન્માનમાં વૃક્ષારોપણ

કડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2001 જેટલા વિવિધ પ્રકારના રોપા રોપાયા
  • સંસ્થાના પ્રેસિડેન્ટ સહિત સ્ટાફે વૃક્ષારોપણ કર્યું

કોરોનામાં સેવા આપનારા વોરિયર્સની કામગીરી બિરદાવવા અને સન્માન માટે કડી સર્વ વિદ્યાલય દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ પટેલ, મંત્રી ડૉ. મણીભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, ભગીની સંસ્થાઓના આચાર્ય મિત્રોએ 2001 જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરી કોરોના વોરીયર્સનો આભાર પ્રગટ કર્યો હતો. કડી સર્વ વિદ્યાલય કેમ્પસમા ફરજ બજાવતા 552 પુરૂષ અને 372 મહિલા કર્મીઓ સહિત 925 કર્મચારીઓએ રોપા રોપ્યા હતા

અન્ય સમાચારો પણ છે...