નજીવી બાબતમાં બે જૂથો વચ્ચે મારામારી:કડીના ફૂલેત્રા ગામે ભેંસને પાટુ મારવાની બાબતે ધીંગાણું; ત્રણ લોકોને ઈજા, 7 સામે ફરિયાદ નોંધાઈ

કડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના ફૂલેત્રા ગામે ભેંસને પાટું મારવાની નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે મારામારી અને ધીંગાણું ખેલાઈ ગયું હતું. જેમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. જ્યાં કડી પોલીસે સામ સામે સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના ફૂલેત્રા ગામે રહેતા ભરત ઠાકોર કે પોતે છૂટક મજૂરી કામ કરીને ગુજરાત ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેઓ તેમના ઘરેથી જમી પરવારીને તેમના મોટા બાપાના ઘરે જતા હતા. ત્યારે તેમના ગામના રબારી મેલાભાઈ હાથમાં લાકડી લઈને આવી પહોંચ્યા હતા અને ભરત ઠાકોર ઉપર હુમલો કરી નાખ્યો હતો. જે દરમિયાન સાગર રબારી સહિત ઈસમોએ ભરત ઠાકોર ઉપર ગાળાગાળી કરી અને હુમલો કરી દેતા મામલો ગરમ થઈ ગયો હતો. જ્યાં લોકો ગામના દોડી આવ્યા હતા અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યાં જતા જતા તેઓએ એવું કહ્યું હતું કે, હવે પછી અમારી ભેંસોને મારશો તો જાનથી મારી નાખીશ. એવી ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યાં ભરતને ઇજાઓ પહોંચતા તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યાં તેઓને બે ટાંકા આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કડી પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના ફૂલેત્રા ગામે ભેંસોને મારવાની બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું મચી ગયું હતું. જ્યાં પોલીસે સાત વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. જે દરમિયાન સામે પક્ષે મેહુલ રબારી કે પોતે કડી ખાતે આવ્યા હતા અને પોતાના ઘર પાસે ગાડી ઉભી રાખીને નીચે ઉતરતા હતા. જે દરમિયાન તેમના જ ગામના ઠાકોર તખાજી, ઠાકોર રોહિતજી અને ઠાકોર કેશાજી હાથમાં ધોકા અને પાઇપો લઈને આવી પહોંચ્યા હતા અને મેહુલ ઉપર હુમલો કરી નાખ્યો હતો. ધોકા અને પાઇપોના ફટકા માર્યા હતા. જ્યાં તેમને છોડાવવા વચ્ચે પડેલા ઉજાસ રબારીને પણ ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. જ્યાં હુમલાખોરો હુમલો કરીને ત્યાંથી જતા રહ્યા હતા. તેમજ ભેંસને પાટું મારેલુ હોય તેનો ઠપકો આપવાની બાબતે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી અને કડી પોલીસે બીજા પક્ષે ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના ફૂલેત્રા ગામે ભેંસને પાટું મારવાની બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું મચી ગયું હતું. જે અંતર્ગત કડી પોલીસ સહિત પોલીસ કાફલો ગામની અંદર પહોંચ્યો હતો. જ્યાં એક જૂથના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી નાખ્યો હતો. તેમજ ગાડીઓને આગ ચંપી કરી હતી. જે બાબતે પોલીસે 200ના ટોળા સામે ફરિયાદ નોંધી હતી અને 10 ટીમો બનાવીને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...