કડીના નંદાસણ રોડ પર કિનારા સિનેમા સામે આવેલી શાયોના એન્ટરપ્રાઈઝમાંથી લોખંડની પ્લેટો ટ્રકમાં ભરતી વખતે ક્રેઈનથી તૂટી પડેલો વીજપોલ રાહદારી કુંડાળના વૃદ્ધ પર પડતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વીજ કંપનીના અધિકારીઓ અને પોલીસે ઘટના સ્થળે દોડી આવી પીએમ બાદ લાશ પરિવારને સોંપી હતી.
શહેરના નંદાસણ રોડ સ્થિત કિનારા સિનેમાની સામે આવેલી શાયોના એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી ગુરૂવારે સવારે લોખંડની પ્લેટો ક્રેઈનથી ટ્રકમાં ભરાવતા હતા. તે દરમિયાન ક્રેઈનના ચાલકે ગફલતભરી રીતે હંકારતાં ક્રેઈન ઉપરની વીજ લાઈનને અડી ગઈ હતી. જેના કારણે વીજલાઈન સાથે થાંભલા ધરાશાયી થઇ અહીંથી પસાર થતા કુંડાળ ગામે ભીલવાસમાં રહેતા 60 વર્ષીય ગોવિંદભાઈ ઉપર પડતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું. કડી વીજ કંપનીના અધિકારીઓને જાણ કરતાં તેમણે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.