શ્રાવણ માસનો પ્રથમ સોમવારે શહેરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ. કડીમાં આવેલ જ્યોર્તિલિંગના દર્શનાર્થે ભક્તોની ભારે જોવા મળી હતી. શ્રાવણ માસના સોમવારના દિવસે શિવજીના દર્શન કરવાનું અનેરું મહત્વ છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવાર થી મંદિરોમાં શિવભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડેલ જોવા મળતું હતું. ભક્તોની લાંબી કતારો શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં જોવા મળી હતી.
કડીના મણિપુર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક યવતેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસ ના પહેલા સોમવારે ભાવિ ભકતોની ભીડ જોવા મળી હતી અને વહેલી સવારથી પૂજા અર્ચના અને ભક્તો દર્શનાથે આવી પહોંચ્યા હતા.અને સાંજે દર વરસની જેમ પરંપરાગત રીતે ભગવાન ભોળાનાથની મંદિરના પરિસરમાં પાલખી યાત્રા નિકળી હતી અને જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થીત રહ્યા હતા અને ભોલેનાથના દર્શન કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને પાલખી યાત્રાના દર્શનાથે આવી પહોચ્યા હતા અને સમગ્ર વાતાવરણ જય ભોલેનાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. કડીના ભાવિક ભક્તો પાલખીયાત્રાના દર્શનાર્થે ઉમટી પડયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.