કડીમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગનો ખોફ:છેલ્લા એક અઠવાડિયામાં અનેક મકાનોના તાળા તૂટ્યાં; પોલીસ વડા અચલ ત્યાગીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું

કડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા દસેક દિવસમાં ધડાધડ ઉપરા સાપડી મકાનોના તાળા તૂટતાં સમગ્ર કડી શહેર તેમજ તાલુકાના રહીશો હચ મચી ઉઠ્યા હતા. શનિવારની રાત્રીએ ચડ્ડી બનિયાન ધારી ગેંગે પથ્થર મારો કરતાં મહેસાણા જિલ્લા પોલીસ વડા કડી ખાતે દોડી આવ્યા હતા અને સ્થળોની મુલાકાત લીધી હતી.

કડી શહેરના નાની કડી વિસ્તારમાં આવેલા સંતરામ સિટીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આગલી રાત્રે એકી સાથે સાતથી વધુ મકાનોના લોક તોડી ચડ્ડી-બનિયાન ધારી ગેંગના તસ્કરો ફરાર થઈ ગયા હતા. શનિવારની રાત્રિએ કડીના નાની કડી રોડ ઉપર શિવ પેલેસ સોસાયટીમાં મકાનનું લોક તોડી રોકડ રકમ લઈ તસ્કરો ફરાર થઈ ચૂક્યા હતા. શનિવારે રાત્રિના ચાર વાગ્યાના અરસામાં સંતરામ સિટીમાં આવેલા ન્યુ સંતરામ વાટિકામાં દિવાલ ઉપર લગાવેલ તાર ફેન્સીંગનો તાર તોડીને તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો અને તેનો ભેઢો સિક્યુરિટીને થઈ જતા સામસામો પથ્થરમારો થયો હતો. તસ્કરો દ્વારા પથ્થરમારો કરાતાં રહીશો જાગી ઉઠ્યા હતા અને સિક્યુરિટીને માથામાં પથ્થર વાગી જતાં તેઓને ચાર ટાંકા આવતા સમગ્ર કડી શહેર હચમચી ઉઠ્યું હતું અને કડી પોલીસ દોડતી થઈ ગઈ હતી. જ્યાં મહેસાણા જિલ્લા પોલીસ વડાને જાણ થતાં પોલીસ વડા અચલ ત્યાગી ડીવાયએસપી સહિત કાફલો મોડી રાત્રે કડી ખાતે આવી પહોંચ્યો હતો અને ચોરી થયાની ઘટનાસ્થળે સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી અને આશ્વાસન આપ્યું હતું

સંતરામ સિટીમાં રહેતા ગોવિંદભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, અમારી સોસાયટીની આજુબાજુ 17થી પણ વધારે સોસાયટીઓ આવેલી છે. તેમાં થોડાક દિવસોમાં ચોરીના બનાવો ઘણા વધી ગયા છે. એક જ રાતમાં 10-10 મકાનોના તાળા તૂટ્યા હતા અને આજુબાજુ વિસ્તારમાં ચોરીના ભયના કારણે મહિલાઓ ઘરની બહાર નીકળી શકતી નથી અને અમારી સોસાયટી ઉપર તસ્કરો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો ત્યારે મહેસાણાથી એસપી સાહેબે અમારી સોસાયટીમાં આવીને મુલાકાત કરી હતી અને અમને આશ્વાસન આપ્યું હતું.

ગોવિંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એસપી સાહેબને લેખિતમાં અરજી પણ આપી છે અને અમારું ગામ રંગપુરડા ખાતેથી સરપંચ દ્વારા લેટેરપેડ ઉપર સઈઓ કરાવીને આજથી બે મહિના પહેલા કડી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત પણ કરવામાં આવી હતી કે દડી સર્કલથી રંગપુરડા જવાના રસ્તા ઉપર અલગ અલગ પ્રકારના ગોરખ ધંધા પણ ચાલી રહ્યા છે અને આ રસ્તા ઉપર ડ્રગ્સ, દારૂ જેવી હેરાફેરી પણ થાય છે. ખરાબ તત્વો આ રોડ ઉપર અડ્ડો જમાવીને બેસી રહે છે. જેથી આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તો આ દુષણ રોકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...