રોષ:કડીના ઉંટવા પાસે વિશ્વ પર્યાવરણ દિવસે 4 ઝાડ કાપી ચોરી જતાં રોષ

કડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉંટવાના પૂર્વ સરપંચે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી

કડીના ઉંટવાથી રાજપુર તરફ જતા રોડની બાજુમાં ઉભેલા અરડુસાના 4 વૃક્ષો વિશ્વ પર્યાવરણ દિવસે જ અજાણ્યા શખ્સો કાપીને લાકડું ભરીને લઈ ગયાનું પૂર્વ સરપંચને જાણ થતાં તેમણે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. રવિવારે મધરાતે અજાણ્યા શખ્સોએ ઉંટવાથી રાજપુર તરફ જવાના માર્ગે પટેલના બોર નજીક રોડની બાજુમાં ઘટાદાર અરડુસાના 4 વૃક્ષો કાપી લાકડુ ચોરી ગયા હતા. સવારે ખેડૂતના ધ્યાને આવતાં ઉંટવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ પટેલને જાણ કરતાં તેમણે સ્થળ મુલાકાત કરતાં કાપેલા 4 થડિયા જોવા મળતાં તેમણે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

ઉંટવાના પૂર્વ સરપંચ અને કડી તાલુકા સરપંચ એસો.ના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલે એક વીડિયો સેર કરી જાણકારી આપી હતી કે, ઈસાકભાઈ કરીને એક શખ્સ મહેસાણા વન વિભાગના મુકેશ પરમાર નામના અધિકારીએ ઝાડ કાપવાની મંજૂરી આપેલી છે. પરંતુ ઉંટવા ગામના સરપંચને મળવાનું કહેલું હોઈ મને ચાર દિવસથી ફોન પર સંપર્ક કરી રહ્યા હતા. ચાર દિવસ બાદ તેમને ઘરે બોલાવી મળ્યો હતો. તેમણે ઝાડ કાપવાનું કહેતાં મેં તેમની પાસે વન વિભાગનો ઓર્ડર માગ્યો હતો. પરંતુ તેમણે મુકેશ પરમારે મૌખિક કહેલું હોઈ મેં ઝાડ કાપવાની સ્પષ્ટ ના પાડી હતી. એટલે મને પહેલી શંકા ઈસાકભાઈ પર છે. હું અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...