લોકોમાં રોષ:કડી શહેરમાં મનસ્વી પણે વાહનો ટોઇંગ કરતાં રોષ

કડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોમાં રોષ

કડી શહેરના ગાંધીચોક અને સ્ટેશન રોડ વિસ્તારમાં ટોઇંગ વાનના કર્મીઓ પોલીસ અધિકારી વગર મનસ્વી રીતે વાહનો ઉઠાવતા સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોમાં રોષની ભભૂક્યો હતો.કડીમા ટોઇંગ વાનના સંચાલકો શહેરમાં વ્હાલા દવલાની નિતી અમુક નિશ્ચિત વિસ્તારોને નિશાન બનાવી પોલીસ અધિકારીને સાથે ન રાખી મનસ્વી રીતે વાહનો ઉઠાવી હેરાન પરેશાન કરી રહ્યા છે.

અગાઉ કડી તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર રમેશભાઈ પટેલ સહિતે બંધ બારણે યોજાયેલ ડીવાયએસપીના લોક દરબારમાં રજૂઆત કરી હતી. તેમ છતાં કડીમાં ટોઇંગ વાનના કર્મીઓની હેરાનગતિને પગલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...