મોંઢે આવેલો અનાજનો કોળિયો છીનવાયો:કડીની રંગપુરડા સીમમાં નર્મદા નહેરનું પાણી ડાંગરમાં ફરી વળતાં ખેડૂતોમાં રોષ

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર નહેર વિભાગના અધિકારીએ સ્થળ નિરીક્ષણનું કહી ખેડૂતોને પાછા તગેડ્યા

કડીના કરણનગરથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની મુખ્ય નહેરનું પાણી રંગપુરડા ગામની સીમમાં 10 વીઘા જમીનમાં વાવેલ ડાંગરના ઉભા પાકમાં ફરી વળ્યા હતા. મોંઢા સુધી આવેલો અનાજનો કોળિયો નહેર વિભાગની બેદરકારીના કારણે છીનવાઈ જતાં મોંઘવારીના માર વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની હતી. સોમવારે ખેડૂતોએ સૌરાષ્ટ્ર નર્મદા નહેર વિભાગમાં વળતર અંગે રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓએ લાભપાંચમ પછી પાણી નિકાલ સહિતની કામગીરીનો વાયદો કરતાં ખેડૂતો રોષે ભરાયા હતા.

સૌરાષ્ટ્ર નહેર વિભાગ દ્વારા બોરીસણા નજીક બનાવેલ પાવર હાઉસ પાસે માટીકામ દરમિયાન પાણી નિકાલ માટે બનાવેલી માઈનોર કેનાલ પુરાઈ સૌરાષ્ટ્ર તરફની મુખ્ય નહેરના પાણીની સપાટીમાં વધારો કરતાં નહેરમાં લીકેજ, ઓવરફ્લો પાણી છેલ્લા બે દિવસથી રંગપુરડા ગામની સીમમાં 10 વીઘા જમીનમાં ભરાઈ ગયા હતા. ખેડૂતોએ સોમવારે નર્મદાની સૌરાષ્ટ્ર નહેર વિભાગ કચેરીમાં વળતર માટે રજૂઆત કરી હતી. પરંતુ હાજર અધિકારી કિશનભાઈ પ્રજાપતિએ ખેતરોમાં ભરાયેલ પાણી અંગેની સમસ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ જ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

નહેરમાંથી લીકેજ ઑવરફ્લો પાણી ખેતરોમાં ભરાયા
સૌરાષ્ટ્ર નહેરમા બોરીસણા નજીક પાવર હાઉસ બનાવેલ છે.બે દિવસ અગાઉ ધોધમાર માટે પાણીની સપાટી ઉચી લાવવા નહેરમા પાણીનો ભરાવો કરતા નહેરમા લીકેજ થઈ પાણી બાજુના ખેતરોમા ભરાઈ ગયા હોવાનુ રંગપુરડા ગામના ખેડૂત ગોવિંદભાઈ, બળવંતભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...