અંગદાન માટે જાગૃતિ લાવવા અને અંગદાન મહાદાન જન અભિયાન બનાવવા કરુણતાની ભાવના સાથેનો એક કાર્યક્રમ કડી ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડી ખાતે યોજાયો હતો. જેમાં સવારે ભાગ્યોદય હોસ્પિટલથી ભવ્ય રેલી યોજવામાં આવી હતી. અંગદાન જાગૃતિ લાવવા માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીનું વિવિધ માર્ગો ઉપર ફરીને ટાઉનહોલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં ચંપાબેન ટાઉનહોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
કડી ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન મહાદાનના જન જાગૃતિ અભિયાનને અનુસરીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રેલીનું પ્રસ્થાન ભાગ્યોદય હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યું હતું. જેમાં કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી તેમજ ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી શેઠ દિલીપભાઈ પટેલ, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખના હસ્તે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલી કડી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને કડી ચંપાબેન પટેલ ટાઉનહોલ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
રેલીના સમાપન બાદ ટાઉનહોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણા દેશની અંદર અંગદાન ન મળવાના કારણે રોજ 17 માણસો મૃત્યુ પામે છે. આપણી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 4000 કિડનીના દર્દીઓ હાલ વેટિંગમાં ઊભા છે અને આપણી ભાગ્યોદય હોસ્પિટલમાં અંગદાન પહેલા અંગ લેવું પડે તેના માટે રજીસ્ટર કરવું પડે તે હવે રજીસ્ટર આપણી હોસ્પિટલમાં ભાગ્યોદયમાં થશે અને વધુમાં તેમને જણાવ્યું હતું કે, જો આના માટે રાશિનીની જરૂર પડે તો આપણે એના માટે પણ આગળ કંઈક વિચારીશું.
કડીમાં અંગદાન મહાદાનના જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને ચંપાબાપા પટેલ ટાઉનહોલ ખાતે આ અભિયાન અંતર્ગત સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડી હોસ્પિટલ અમદાવાદના સી.ઓ ડો. પાર્થ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે, આપણા દેશની અંદર કિડની, લીવર જેવા અંગોની 5 લાખથી વધુ દર્દીઓ રાહ જોઈ રહ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, દિલીપભાઈ દેશમુખ અંગદાન મહાદાન વિશે જન જાગૃતિ અભિયાનનું કામ સમગ્ર દેશ તેમજ ગુજરાતની અંદર ચલાવી રહ્યા છે. તો તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
કડી ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન મહાદાન જન જાગૃતિ અભિયાન અંતર્ગત મહારેલી તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં દિલીપભાઈ દેશમુખ, ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી શેઠ દિલીપભાઈ પટેલ, મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, ભાજપ શહેર પ્રમુખ જશુભાઈ પટેલ, ભાગ્યોદય હોસ્પિટલ નું સ્ટાફ તેમજ મેડિકલના વિદ્યાર્થીઓ શેહેરના ડોક્ટર ગ્રુપ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ સભાનું સંચાલન ડૉ.વિષ્ણુ પ્રજાપતિએ કર્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાગ્યોદય હોસ્પિટલના હસમુખભાઈ પટેલ અને ડૉ. ક્રિમા પટેલ અને ભાગ્યોદય હોસ્પિટલના સ્ટાફે અથાક પ્રયત્ન કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.