તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સંક્રમણ અટકાવવા કડીમાં રાત્રે 8 વાગ્યા પછી ખાણીપીણીની દુકાનો પરથી માત્ર પાર્સલ અપાશે

કડી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેસો વધતાં શનિવારે નગરપાલિકાએ વેપારીઓ સાથે બેઠક કરી

કડીમાં કોરોનાના કેસો વધતાં કડી નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ વેપારી એસોસિએશન સાથે કોરોના બાબતે જાગૃતિ લાવવા શનિવારે પાલિકા દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું. કોરોના સંક્રમણને વધતું અટકાવવા વેપારીઓના સૂચનના પગલે વેપારીઓએ સ્વૈચ્છિક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ખાતરી આપી હતી. તેમજ ખાણી પીણીમાં રાત્રે 8 કલાક પછી પાર્સલ સુવિધા જ ચાલુ રાખવા નિર્ણય કર્યો હતો. કડીમા શનિવારે કલેક્ટર એચ.કે. પટેલે મુલાકાત લીધી હતી.

મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે કોરોના અંતર્ગત બેઠક યોજી હતી. સાંજે મામલતદાર મહેશભાઈ ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર નરેશ પટેલ, પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ સહિત નગરસેવકોની હાજરીમાં કડી પાલિકા વિસ્તારના તમામ વેપારી એસોસિએશન સાથે બેઠક યોજી હતી. જેમા અધિકારીઓએ કોરોના અંતર્ગત લોકોમાં જાગૃતિ લાવવા સારૂ તથા સંક્રમણ અટકાવવા વેપારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. જે અંતર્ગત કડી પાલિકા ચીફ ઓફિસર નરેશ પટેલે કડીના વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ખાતરી આપી હતી. તેમજ ખાણી પીણીના વેપારીઓએ રાત્રે 8 કલાક સુધી દુકાન પર અને ત્યારબાદ પાર્સલ સેવા શરૂ કરવા નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. હોટલોના સંચાલકોએ રાત્રિના 8 કલાક બાદ 50 ટકા સીટીંગ ખાલી રાખવા નિર્ણય કરી સંક્રમણ અટકાવવા નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો