દુર્ઘટના:કડીના ગણેશપુરા નજીક બોલેરોએ કારને ટક્કર મારતાં એકનું મોત થયું

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય એકને ઇજા, આંબલિયાસણના રહીશ નંદાસણથી ઘરે જતાં અકસ્માત

અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલ કડીના ગણેશપુરા નજીક પેટ્રોલ પંપ સામે બે ગાડીઓ વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ બાબતે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં આંબલિયાસણ રહેતા મીણા દેવીલાલ મહાવીર પ્રસાદ અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલ કડી તાલુકાના ગણેશપુરા નજીક પેટ્રોલ પંપ પાસે રાત્રે આઈ 20 ગાડીમાં નંદાસણથી આંબલિયાસણ તરફ જતા હતા.

ત્યારે રોડ પર તેમની ગાડીને પાછળથી બોલેરો ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમા મીણા દેવીલાલ અને મનોજભાઈ પ્રજાપતિ ઘાયલ થતાં તાત્કાલિક મહેસાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન મીણા દેવીલાલનું મોત નિપજ્યું હતું. આ બાબતે નંદાસણ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...