કાર્યક્રમ:ગાંધી જયંતી નિમિત્તે કડી પાલિકાના 149 સફાઈ કર્મીઓનું સન્માન કરાયું

કડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના રાજમાં માંકણ,ચાંચણ અને મચ્છરો જ હતા : ધારાસભ્ય
  • વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું પ્રદર્શન તેમજ સ્વચ્છતાના શપથ લેવાયા

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શનિવારે ગાંધી જ્યંતી નિમિત્તે કડી નગરપાલિકાના 149 સફાઈ કર્મચારીઓ તેમજ કચરો તથા પર્યાવરણ પ્રવૃતિ સાથે જોડાયેલ ઉદ્યોગ સાહસિક સેરા સેનેટરીવેઅર તથા એન.કે. ઈન્ડસ્ટ્રીઝના સંચાલકોનો સન્માન કરાયું હતું. આ સાથે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું પ્રદર્શન તેમજ સ્વચ્છતા શપથ તથા પ્લોગિગ ડ્રાઈવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે ધારાસભ્ય કરસનભાઈ સોલંકીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં માંકણ, ચાંચણ અને મચ્છરો જ હતા.

ભાજપે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગંદકી દૂર કરી દેશને સ્વચ્છ બનાવ્યો છે. પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેશભાઈ પટેલ, સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડો. વિષ્ણુભાઈ પ્રજાપતિ, કડી શહેર ભાજપ પ્રમુખ જશવંતભાઈ પટેલ, સેરાના સંજયભાઈ સુથાર, પાલિકા ચેરમેન જગદીશભાઈ પટેલ, સેનેટરી ચેરમેન નીલેશભાઈ નાયક, સીઓ નરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...