આ ગાબડું ક્યારે પુરાશે?:કડી થોળ રોડ ઉપર રોડની સાઇડમાં 3 દિવસથી ગાબડું પડ્યું; તંત્રના આખ આડા કાન

કડી2 મહિનો પહેલા
  • સ્થાનિકોએ રોડ બન્યા પહેલાં જ કહ્યું હતું કે ગટર છે

કડી થોળ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરની સામેની બાજુએ રોડની સાઈડમાં ગાબડું પડતાં થોડીક વાર માટે તો અફડાતફડી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી પરંતુ હજુ સુધી તંત્રના માણસો ડોકાચિયું કરવા પણ આવ્યા નથી. કડીના થોળ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરની સામે સ્નેહકુંજ સોસાયટીની આગળ રોડના સાઈડના ભાગમાં ગાબડું પડવાથી દુકાનદારો થોડીક વાર માટે તો હચમચી ઉઠ્યાં હતાં​​​​​​​​​​​​​​

છેલ્લા ત્રણ દિવસથી ગાબડું પડ્યું છે પણ અધિકારીઓ આવ્યા નથી: સ્થાનિક
કડીના થોળ રોડ ઉપર આવેલ સોમનાથ મંદિરની સામેની બાજુએ રોડ ઉપર ગાબડું પડવાની ઘટનાને આજે ત્રણ દિવસ થયા છે. રોડ ઉપર આવેલ દુકાનદારોએ કડી પાલિકાના અધિકારીઓને જાણ કરી હતી પરંતુ હજુ સુધી અધિકારીઓ જોવા પણ આવ્યા નથી. જેથી લોકોમાં તંત્ર સામે રોષ ભરાયેલો જોવા મળ્યો હતો જ્યારે એક દુકાનદારે કહેલ કે આ રોડને એક મહિનો જ થયો છે બનાવે જ્યારે રોડ બનતો હતો ત્યારે અમે કહેલું કે અહીંયાં ગટર આવેલી છે જેથી તમે ટાંકું મૂકો પરંતુ અધિકારીઓએ દુકાનદારોનું સાંભળ્યું પણ ન હતું દુકાનદારોએ ત્રણ દિવસ માં અનેક વાર ટેલિફોનથી કરી પાલિકાના અધિકારીઓને જાણ કરી છે પરંતુ હજુ સુધી કોઇ અધિકારી આવ્યા નથી કે આ ગાબડાનું સમારકામ પણ કર્યું નથી. જેથી દુકાનદારોએ ગાબડાંની આજુબાજુ ઈંટોની આડશ મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...