• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • On The Fourth Day In Kadi, 87 More Pressures Were Removed, Action Was Taken In Marketyard Road, Station Road, Gandhichowk, Shefali Circle Areas.

ઝુંબેશ:કડીમાં ચોથા દિવસે વધુ 87 દબાણો દૂર કરાયાં, માર્કેટયાર્ડ રોડ, સ્ટેશન રોડ, ગાંધીચોક, શેફાલી સર્કલ વિસ્તારોમાં કાર્યવાહી કરી

કડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસમાં 550થી વધુ દબાણોનો સફાયો કરાતાં રસ્તા પહોળા દેખાયા

કડી નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશના ચોથા દિવસે ગુરુવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા અને પોલીસની ટીમે 87 જેટલા ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. આ સાથે પાલિકાએ ચાર દિવસમાં 550થી વધુ દબાણોનો સફાયો કરતાં રસ્તા પહોળા દેખાવા લાગ્યા છે.ઉનાળાની કાળઝાળ 44 ડિગ્રી ગરમીમાં પણ પાલિકા અને પોલીસની ટીમ સતત ચાર દિવસથી સવારના નવ કલાક થી સાંજના સાત કલાક સુધી શહેરમા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા કવાયત હાથ ધરી હતી.

સોમવાર થી સતત ચાર દિવસ સુધી પાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી. નગરપાલિકાએ છેલ્લા ચોથા દિવસે દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન શહેરના માર્કેટયાર્ડ રોડ, સ્ટેશન રોડ, ગાંધીચોક, ભાગ્યોદય હોસ્પિટલ પાછળ, શેફાલી સર્કલ, હાઈવે સહિતના વિસ્તારોમાં વધુ 87 દબાણો દૂર કર્યા હતા. ચાર દિવસમાં પાલિકાએ 550 ઉપરાંત દબાણો દૂર કરી જાહેર માર્ગો ખુલ્લા ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાની સરહાનીય કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...