તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત:ઘુઘલા ગામે અગિયારસના દિવસે ભગવાનની મૂર્તિનું તળાવમાં સ્નાન કરાવવા જતાં યુવાન ડૂબ્યો; 24 કલાક બાદ લાશ બહાર કઢાઈ

કડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના ઘુઘલા ગામે અગિયારસના દિવસે ભગવાનની મૂર્તિનું તળાવમાં સ્નાન કરાવવા ગ્રામજનો વરઘોડા સાથે ગામના તળાવમાં સ્નાન કરાવવા ગયાં હતાં. જે દરમ્યાન ગામનો યુવાન તળાવમાં ડૂબી જતાં અફરાતફરી મચી જવા પામી હતી.

ભગવાનને સ્નાન કરાવવા જતાં યુવક ડૂબ્યો
કડી તાલુકાના ઘુઘલા ગામે એકાદશી હોવાથી ગામની અંદર આવેલ રામદેવપીર મહારાજના મંદિરેથી ગ્રામજનો દ્વારા ભગવાનનો વરઘોડો નિકાળી ગામના તળાવમાં ભગવાનને સ્નાન કરાવવા માટે ગયાં હતાં. જે દરમ્યાન અચાનક જ ગામના પ્રભુજી નાથાજી ઠાકોર અચાનક જ તળાવની અંદર ગરકાવ થઈ ગયાં હતાં. જ્યાં ગ્રામજનોને ખબર પડતાં થોડીક વાર માટે તો અફરાતફરી મચી જવા પામી હતી અને ગ્રામજનોએ યુવાનની શોધખોળ તળાવની અંદર કરતાં યુવાન મળી ન આવતા કડી મામલતદાર તેમજ કડી TDOને સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી.

ચાંદખેડા ફાયર બ્રિગેડે 24 કલાક બાદ યુવાનની લાશ બહાર કાઢી
કડી તાલુકાના ઘુઘલા ગામે બુધવારે એકાદશી હોવાથી ગ્રામજનો દ્વારા ભગવાનને સ્નાન કરાવવા માટે ગામના તળાવમાં લઇ ગયા હતા. જ્યાં એક યુવાન તળાવમાં ડૂબી ગયો હતો. જ્યાં અધિકારીઓને જાણ કરાતા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરંતુ બુધવારે સ્થાનિક તરવૈયા મદદથી યુવાનની શોધખોળ ચલાવવામાં કરી હતી. પરંતુ મળી ન આવતા ચાંદખેડા ફાયર બ્રિગેડને જાણ કરાતા ગુરૂવારે ચાંદખેડા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘુઘલા ગામે પહોંચીને ગામના તળાવમાં યુવાનની શોધખોળ હાથ ધરતા ગુરૂવારે બપોરે યુવાનની લાશ મળી આવી હતી. જ્યાં યુવાનની લાશ મળી આવતાં સમગ્ર ગામમાં શોક મગ્ન બની ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...