લોકાર્પણ:રાતોરાત કોઈ સંસ્થા કે સમાજનો વિકાસ થતો નથી એમાં જૂના લોકોએ લોહી રેડ્યું હોય છે: નીતિન પટેલ

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડીમાં ઉમા ભવનનું લોકાર્પણ અને સંસ્થાના સ્મૃતિગ્રંથનુ વિમોચન કરાયું

કડી તાલુકા પટેલ ભુવન સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થયાનાં અમૃત પર્વ મહોત્સવ પ્રસંગે નવનિર્મિત ઉમાભવનનુ લોકાર્પણ અને સંસ્થાના સ્મૃતિગ્રંથનુ વિમોચન ગુરૂવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત કારોબારી સભ્યો અને સભાસદો તેમજ શહેરના અગ્રણીઓની ઉપસ્થિતીમાં કરાયું હતુ.

આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે કોઈ સંસ્થા કે સમાજનો વિકાસ રાતોરાત એક વ્યક્તિથી નથી થઈ જતો એમાં જૂના લોકોએ લોહી રેડ્યું હોય ત્યારે તે સંસ્થા કે સમાજ વિકસીત બને છે. લોકોના સંપ થકી જ સંસ્થા સમાજનો વિકાસ થાય છે. જરૂર પડે ત્યારે એકબીજાને મદદરૂપ થવુ જોઈએ.

કડીમાં સંપ, સંગઠન અને સમૃધ્ધ લોકો થકી જ આરોગ્ય, શૈક્ષણિક,ધાર્મિક અને સામાજીક સંસ્થાઓનો વિકાસ શક્ય બન્યો છે. આજથી 75 વર્ષ અગાઉ એકમાત્ર રેલવે થકી વાહન વ્યવહાર શક્ય હતો. ત્યારે અગાઉની રાતે કડીમા આવીને વહેલી સવારે ટ્રેન પકડતા. ત્યારે અગાઉની રાતે આવીને રાતવાસો ક્યાં કરવો. ખેડૂતો માલ વેચવા અને ખરીદી માટે આવતા લોકોને રહેવા માટે તે સમયે પટેલ સમાજના વડીલોએ પટેલ ભૂવનની સ્થાપના કરી હોવાનુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતુ.

આ પ્રસંગે કડી સર્વ વિધાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ એમ.પટેલે કડી તાલુકા પટેલ ભુવન સંસ્થા શહેરની તમામ શૈક્ષણિક, આરોગ્ય, સામાજિક અને ધાર્મિક તેમજ પાંજરાપોળ જેવી સંસ્થાઓમાં પણ દાન કરી દરેક સમાજને મદદરૂપ બની સેવાનુ ઉત્તમ કાર્ય કરે છે. ઉધોગપતિ દિલીપભાઈ પટેલે કડીની તમામ સંસ્થાઓમા કરકસર પૂર્વક પારદર્શક વહીવટ થકી જ સંસ્થા અને સમાજનો વિકાસ થાય છે.

કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાંતિભાઈ પટેલ (રામ), ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેન વિનોદભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભુદરભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ, કડી તાલુકા પટેલ ભુવનના પ્રમુખ પટેલ આત્મારામભાઈ બેન્કર, કડી નાગરિક બેન્કના ચેરમેન પિયુષ પટેલ, એમ.ડી રાજેન્દ્રભાઈ આર.પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...