તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધાકીય એકમોમાં ફફડાટ:કડીમાં પાણી ભરાયેલું જણાતાં 11 કન્સ્ટ્રક્શન સાઇટોને નોટિસ

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 59,291 ઘરનો સર્વે કરાયો

કડી પાલિકા અને આરોગ્ય વિભાગની ટીમે શહેરમા મેલેરીયા,ડેન્ગ્યૂનો રોગચાળો અટકાવવા હાથ ધરેલ કામગીરી દરમિયાન કન્સ્ટ્રક્શન સાઈટો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતુ.જેમા સાઈટો પર પાણી ભરાવાના કારણે મચ્છર,પોરાનો ઉપદ્રવ કરી રોગચાળો ફેલાવતા નિર્માણ બિઝનેશ હબ, મામલતદાર કચેરી સામે, અક્ષરધામ ફ્લેટ,રીંગ રોડ, અનાયમ ફ્લેટ,રીંગ રોડ, જય કન્સ્ટ્રક્શન સહિત નાની મોટી 11 કન્સ્ટ્રક્શન સાઈટ એકમોને નોટિસ આપી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાતાં ધંધાકીય એકમોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

કડી તાલુકામા ડેન્ગ્યૂ, મેલેરીયા,ચીકનગુનીયાનો રોગો અટકાવવા કુલ 113 ટીમો બનાવી આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા ઘરે ઘરે સર્વે કરી લોકોને આરોગ્ય શિક્ષણ પૂરૂ પાડવામા આવ્યુ હતુ.કડી શહેર ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મચારી તથા આશા બહેનો મારફત સર્વે કરાવતા 59291 ઘરોની મુલાકાત લઈ 13 ઘરોમાં પોરાનો નાશ કરાયો હતો.

ટેમીફોસ તથા દવા યુક્તિ મચ્છરદાની કરવાની કામગીરી પણ કરાઈ રહી છે. સર્વે દરમિયાન તાવના કુલ 1611 નમૂના લેવાયા હોવાનુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કોકિલાબેન સોલંકીએ જણાવ્યુ હતુ.કડી અર્બન હેલ્થ સેન્ટરના ડૉ.દિક્ષિત પટેલે શહેરમા મેલેરીયા, ડેન્ગ્યુનો રોગચાળો અટકાવવા વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા પોરા નાશક કામગીરી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...