વેપાર ધંધા રાબેતા મુજબ ચાલું:કડીમાં કોંગ્રેસ દ્વારા આપેલ બંધના એલાનનો કોઈ પ્રતિસાદ ન મળ્યો, કોંગ્રેસ શહેર પ્રમુખ 3 દિવસથી બહારગામ

કડી19 દિવસ પહેલા

મોંઘવારી તેમજ બેરોજગારી મામલે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે, ત્યારે શનિવારે સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું. જે અનુલક્ષીને કરી શહેરમાં સવારથી જ ધંધા રોજગાર રાબેતા મુજબ જોવા મળ્યાં હતા અને બંધના એલાનનો કોઈ જ પ્રતિસાદ કડીમાં જોવા મળ્યો ન હતો.

કોંગ્રેસના કાર્યકર્તાઓ ક્યાંય જોવા ન મળ્યા
મોંઘવારી અને બેરોજગારી મામલે આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જ્યારે શનિવારે બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું હતું. સવારથી બપોર સુધી કડી શહેરમાં જનતા દ્વારા કોઈ જ બંધનો પ્રતિસાદ જોવા મળ્યો ન હતો. જ્યારે કડીમાં કોઈ જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા મળ્યા ન હતા અને ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલું જોવા મળી રહ્યાં હતાં.

કોંગ્રેસના પ્રમુખ 3 દિવસથી બહારગામ
કડી શહેર કોંગ્રેસના પ્રમુખ રજની ખમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, હું છેલ્લા ત્રણ દિવસથી અંબાજીમાં છું અને મને કાંઈ ખબર નથી તમે બીજા કોઇ કાર્યકર્તાને પૂછી જુઓ તેવું જણાવ્યું હતું. જોકે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે આજે કડી શહેરમાં કોઈ જ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા ન મળતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...