ચોરીના વધતાં કિસ્સામાં પોલીસ નિદ્રાધીન:કડીમાં 10 દિવસ પૂર્વે લાવેલ ઘર આગળ પાર્ક કરેલુ નવું પલ્સર બાઈક ચોરાયું, તહેવારોમાં નાઈટ પેટ્રોલિંગ વધારવા લોક માંગણી

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી શહેર તેમજ તાલુકાની અંદર પોલીસને તસ્કરો ચેલેન્જ આપતાં હોય એવું લાગી રહ્યું છે. એક અઠવાડિયાની અંદર કડી શહેરમાં બાઈક ચોરી તેમજ ઘરફોડ ચોરીના કેસો સામે આવ્યાં હતાં. જ્યાં હજુ થોડાક જ દિવસ પહેલા જ પલ્સર બાઈક લીધુ હતું અને બાઇક જર્ની આગળ પાર્ક કર્યું હતું અને તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતાં ખુલ્લી ચેલેંજ પોલીસને તસ્કરો આપતા હોય તેવું લોકોને લાગી રહ્યું છે. આવા વધુ પડતાં બનાવો બનવાને કારણે પોલીસ વ્યવસ્થા હોવા છતાં પણ લોકો અસલામતી અનુભવે છે.

બાઈક ચોરાયાની ફરિયાદ પોલીસે નોંધીને કાર્યવાહી હાથ ધરી
કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલા ગુરુદેવ નગર સોસાયટીમાં રહેતાં જયેશ પ્રજાપતિ કે જેઓ કેટરર્સનો ધંધો વ્યાપાર કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. જયેશ પ્રજાપતિ 12/10/2022ના દિવસે બજાજ કંપનીનું નવું જ પલ્સર બાઈક લાવ્યાં હતા અને રાત્રિ દરમ્યાન પોતાના ધંધા અર્થે જઈને ઘરની આગળ બાઇક પાર્ક કર્યુ હતું. જેનો આરટીઓ નંબર હજુ તો આવ્યો જ નથી અને સવારે જયેશભાઇ જાગીને પોતાનું કામકાજ પતાવીને બહારગામ જવાનું હોવાથી તેઓ ઘરની બહાર આવીને જોતા પોતાનું નવું બાઈક દેખાયું ન હતું તેઓએ સોસાયટીમાં તેમજ આજુબાજુ તપાસ કરતાં પોતાનું પલ્સર બાઈક મળી ના આવતાં કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યાં હતાં અને પોતાનું બાઈક ચોરાયાની ફરિયાદ પોલીસે નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે તેવી લોક માંગણી​​​​​​​
કડી શહેરમાં જાણે તસ્કરોએ ખુલ્લી દોટ મૂકી હોય તેવું જોવા મળી રહ્યું છે. અઠવાડિયાની અંદર ઘરફોડ ચોરી તેમજ બાઈક ચોરી થયાના કેસો સામે આવતાં ગયા જ્યાં કડી કરણનગર રોડ ઉપર નવું બાઈક ચોરાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો અને પોલીસના નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરવા લોક માંગણી ઊઠી હતી. જ્યારે સબ સલામતના બણગા ફુકતી પોલીસ તસ્કરો સામે લાચાર જોવા મળી રહી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. જ્યારે દિવાળીના તહેવારો આવતાં હોય અને કડીમાં ઉપરા ઉપરી ચોરીના બનાવો બનતા જોવા મળી રહ્યા છે ત્યારે લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...