તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચુંવાળ ડાંગરવાની કચ્છ કેનાલ નજીક નંદાસણના શખ્સોએ 800 વૃક્ષો કાપ્યાં

કડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા વિભાગના અધિકારીઓએ મંજૂરી આપ્યાનું શખ્સોનું રટણ
  • પર્યાવરણ પ્રેમીએે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી

દેત્રોજ તાલુકાના ચુંવાળ ડાંગરવા ગામની સીમમા કચ્છની મુખ્ય કેનાલ આસપાસ વર્ષો જુના બાવળ, લીમડા સહિતના ઘટાદાર વૃક્ષો નંદાસણના યુસુફ અહેમદમીયા સૈયદ, ઈદ્રિશ, ઈરફાન અબ્બાસ સહિતના શખ્સોએ કાપી નાખ્યા હતા.

ચુંવાળ ડાંગરવાના સરપંચ સહિતે પૂછવા છતા નંદાસણના કઠીયારા મન ફાવે તેવા જવાબો આપી નર્મદાના કાપડીયા અને રામી સાહેબે વૃક્ષ છેદનની મંજુરી આપી છે તેવું જણાવતા હતા. આ બાબતે ચુંવાળ ડાંગરવા, બામરોલી, ધાંધલપુર ગામના સરપંચ સહિત મિનેશ પટેલે વૃક્ષ છેદન રોકવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અમદાવાદ કલેક્ટર, વિરમગામ પ્રાંત અધિકારી, દેત્રોજ મામલતદારને લેખીત રજુઆત કરાઈ છે. જે અંગે કચ્છ કેનાલના ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર પી.એન.રામીએ જણાવ્યું વૃક્ષ છેદન માટે કોઈ મંજુરી આપેલ નથી.

અન્ય સમાચારો પણ છે...