તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નાનીકડીમાં ભેલાણ મુદ્દે બે જૂથ વચ્ચે ધિંગાણામાં એકની હત્યા

કડી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ટોળુ લાશ લઇ કડી પોલીસ મથકે પહોંચ્યું હતું. એસપીની ખાત્રી બાદ બે કલાક પછી લાશ ઘરે લઈ જવાઇ હતી. - Divya Bhaskar
ટોળુ લાશ લઇ કડી પોલીસ મથકે પહોંચ્યું હતું. એસપીની ખાત્રી બાદ બે કલાક પછી લાશ ઘરે લઈ જવાઇ હતી.
 • શુક્રવારે રાત્રે અથડામણ બાદ શનિવારે બપોરે પટેલ યુવકની હત્યાથી તંગદિલી
 • મૃતકની લાશ લઇ ટોળું કડી પોલીસ મથકે પહોંચ્યું, 8ની ધરપકડ
 • ધારિયા, લાકડી સહિત ઘાતક હથિયારો અને પથ્થરમારામાં 4 જણાને ગંભીર ઇજા પહોંચી

નાનીકડીમાં ખેતરમાં ભેલાણ મુદ્દે બે જૂથો વચ્ચે શુક્રવારે રાત્રે ખેલાયેલા ધિંગાણામાં 4 જણાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બીજા દિવસે આ ઝઘડાની અદાવતમાં પટેલ યુવકની હત્યા કરાતાં વાતાવરણ તંગ બન્યું હતું. દરમિયાન, પટેલોનું ટોળું આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે લાશ લઈ કડી પોલીસ મથકે ધસી આવ્યું હતું. બે કલાકની સમજાવટ બાદ એસપીએ ખાત્રી આપતાં મામલા થાળે પડ્યો હતો અને લાશ પરત લઈ ગયા હતા. દરમિયાન, પોલીસે એક જૂથના 8 શખ્સોની ધરપકડ કરી હતી.

નાનીકડીમાં રહેતા આચાર્ય જીગ્નેશ દિલીપભાઈનો ગામની પ્રાથમિક શાળાથી આગળ તબેલો આવેલો છે. જેની બાજુમાં તેમના કુટુંબી આચાર્ય મિહિરભાઈનો પણ તબેલો છે. શુક્રવારે રાત્રે આઠ વાગે ગામના પટેલ મેહુલ ચંદુભાઈ, પટેલ અલ્પેશ ઉર્ફે લાલી ચંદુભાઈ, પટેલ ગુણવંતભાઈ, સુભાષ સહિતનું ટોળું ધારિયું, લાકડી જેવા હથિયારો લઈ દિલીપભાઈ આચાર્યના તબેલા તરફ ગાળો બોલતા જતા હતા.

તે દરમિયાન દિલીપભાઈ આચાર્ય અને તેમનો પુત્ર ધવલ એક્ટીવા લઈને તબેલા તરફ જતાં ટોળાએ દિલિપભાઈ અને તેમના પુત્રને તમારા તબેલાની ગાયો અમારા ખેતરોમાં આવાર નવાર ભેલાણ કરી પાકને નુકસાન કરે છે તેમ કહેતાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને તિક્ષ્ણ હથિયારોથી કરેલા હુમલામાં 4ને ગંભીર ઈજા પહોંચી હતી.

જ્યારે શનિવારે બપોરે પટેલ જૂથના વિનુભાઈ અંબાલાલ પટેલ સીમમાં તેમના ખેતરે જતા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારો સાથે તેમના પર હુમલો કરી માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ કરતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આથી સાંજે પટેલ જૂથના લોકો વિનુભાઈની લાશ ડાલામાં મૂકી આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે કડી પોલીસ મથકે લાવ્યા હતા.

પટેલ જૂથના 15 સહિત 20 માણસોના ટોળા સામે ગુનો
શુક્રવારે રાત્રે ઘટનાની જાણ થતાં કડી પોલીસ તાત્કાલિક ગામે પહોંચી પટેલ જૂથના 8 લોકોની ધરપકડ કરી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને જીગ્નેશ દિલિપભાઈ આચાર્યની ફરિયાદ આધારે 15 સહિત 20 માણસોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામાપક્ષે પટેલ જૂથ દ્વારા હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આરોપીઓને ઝડપી લેવા પોલીસની 6 ટીમો બનાવાઇ
નાનીકડીમાં ભેલાણ મુદ્દે પટેલ જૂથના યુવાનની હત્યા મામલે એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે પોલીસની 6 ટીમો બનાવી સંતરામ સિટી આસપાસના સીસીટીવી કેમેરા, સેલ આઈડી સહિતની મદદથી હત્યામાં સંકળાયેલા શકમંદોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો