ખેડૂતો મુંઝાયા:કડી માર્કેટયાર્ડમાં સપ્તાહમાં મઠની આવકમાં છ ગણો વધારો, મણ દીઠ રૂ.75નો ભાવ ઘટાડો

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી માર્કેટયાર્ડમા છેલ્લા એક અઠવાડિયામાં મઠની આવકમાં 200 બોરીથી લઈ 1200 બોરી સુધીની છ ગણી આવક નોંધાઈ હતી. જો કે ભાવમાં મણ દીઠ રૂ. 75નો ઘટાડો નોંધાયો હતો.કડી માર્કેટયાર્ડમાં અનાજ, એરંડાની સાથે કઠોણની પણ આવકો થાય છે. તલ, અડદ, મઠ સહિતના કઠોળની રોજિંદા 400થી 500 બોરીની એવરેજ આવક થાય છે.

ચાલુ સિઝન દરમિયાન અડદની રોજિંદા 450 બોરીની સરેરાશ આવક નોંધાઈ છે. જો કે મઠની આવકમા છ ગણો વધારો જોવા મળ્યો હતો. ગત 09 ડિસેમ્બરે 205 બોરી મઠની આવક થઈ હતી. જેમા સતત વધારા સાથે શુક્રવારે 1200 બોરી મઠની આવક નોંધાતા મોડે સુધી માલની હરાજી કરવામાં આવી હતી. મઠની આવક વધતા ભાવમા સતત ઘટાડો જોવા મળ્યો હતો. 09 ડિસેમ્બરે મઠનો મણ દીઠ રૂ.2000 નો ભાવ બોલાયો હતો. શુક્રવારે તે જ માલના મણ દીઠ રૂ.1925ના ભાવ બોલાતા રૂ.75નો ઘટાડો નોંધાતા ખેડૂતો મુંઝાયા હતા.

મઠની દિવસવાર આવક

09 ડિસેમ્બર205 બોરી
10 ડિસેમ્બર300 બોરી
11 ડિસેમ્બર266 બોરી
14 ડિસેમ્બર652 બોરી
15 ડિસેમ્બર702 બોરી
17 ડિસેમ્બર1200 બોરી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...