ફરી એકવાર કડીનું ગૌરવ વધાર્યું:અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધામાં મિસ યોગીની ઝળકી; પૂજા પટેલે યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

કડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડીના નાનીકડી વિસ્તારમાં રહેતી મિસ યોગીની પૂજા પટેલે ફરી એકવાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ગૌરવ વધાર્યું હતું. નાની કડી વિસ્તારમાં આવેલી અને બહુચરાજી તાલુકાના અંબાળા ગામની વતની પૂજા ઘનશ્યામભાઈ પટેલે અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા રાજ્ય સ્તરની યોગ સ્પર્ધામાં પોતે પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદ ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન કક્ષામાં વિજેતા થયેલા 48 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કડી તાલુકામાં નાની કડી ખાતે રહેતી પૂજા ઘનશ્યામભાઈ પટેલે પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું હતું.

અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધામાં મિસ યોગીની પૂજા પટેલે ફરી એકવાર પોતાના ખાતામાં ગોલ્ડ મેડલ જમા કરાવીને અત્યાર સુધી 115 મેડલ પુરા કર્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ યોગ સ્પર્ધામાં પૂજા પટેલે ગોલ્ડ મેડલ અને 51 હજારના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. મેડલ સેરેમનીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત યોગ બોર્ડના ચેરમેન અશ્વિનીકુમાર, બી.જી પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...