તીડનું આક્રમણ / કડી પંથકમાં 3 દાયકા બાદ તીડ દેખાયા, પવનની દિશા બદલાતા તીડ અમદાવાદ તરફ વળ્યાં

Locusts appeared 3 decades later in the Kadi diocese
X
Locusts appeared 3 decades later in the Kadi diocese

  • વામજ, વડાવી, મેડાઆદરજ, ડરણ, ફૂલેત્રા અને કરશનપુરામાં તીડ દેખાતાં કૃષિવિભાગ દોડ્યો
  • સુરેન્દ્રનગરથી પ્રવેશેલા તીડ પવનની દિશા બદલાતાં અમદાવાદ જિલ્લામાં ફંટાયા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:23 AM IST

કડી. તાલુકાના વામજ, વડાવી, મેડાઆદરજ, કરશનપુરા, ફૂલેત્રા અને ડરણ ગામમાં શુક્રવાર સવારે તીડના ઝુંડ દેખાયાની જાણ તંત્રને થતાં કડી તાલુકા અને મહેસાણા જિલ્લાની ખેતીવાડી વિભાગની બે ટીમો તાબડતોબ દોડી આવી હતી. તીડના ઝુંડની શોધમાં બંને ટીમોએ પાંચેય ગામના ખેતરો ખૂંદ્યા હતા. જોકે, બંને ટીમો પહોંચી ત્યારે એકલ-દોકલ તીડ જ નજરે ચડ્યા હતા. પવનની દિશા બદલતાં તીડ અમદાવાદ જિલ્લાના ઉઘરોજ ગામમાં જોવા મળ્યા હતા.
પવનની  દિશા બદલાતા બીજા જિલ્લામાં ફેલાયા  
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ભટ્ટના જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવેલા 50થી 100ની સંખ્યાના નાના ઝુંડ બોર્ડર પરના ગામડામાં જોવા મળ્યા હતા. જે બદલાતી પવનની દિશા સાથે અમદાવાદ જિલ્લા તરફ ફંટાયા છે. નાના ઝુંડ હોઇ એકલદોકલ તીડ જ જોવા મળ્યા હતા. સ્થાનિક તંત્રને એલર્ટ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, 3 દાયકા અગાઉ એટલે કે વર્ષ 1990-91માં મહેસાણા જિલ્લામાં તીડ આક્રમણ થયું હતું. તે સમયે પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લા તરફથી મહેસાણા જિલ્લામાં તીડ પ્રવેશ્યા હતા. એ સમયે મોટાભાગની પાક કાપણી થઇ ગઇ હોવાથી મોટા નુકસાનની ઘાટ ટળી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી