સેમિનાર:જીવન એવું જીવો કે હોસ્પિટલમાં જવાની કોઈ દિવસ જરૂર ન પડે તમે એક જિંદગીમાંથી 8 લોકોના ચહેરા પર સ્મિત લાવી શકો છો

કડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડી ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા અંગદાન મહાદાન જનજાગૃતિ મહારેલી બાદ સેમિનાર યોજાયો

હોસ્પ ટલમાં જવાની તમારે કોઈ દિવસ જરૂર ન પડે તેવું જીવન જીવો. મૃત્યુ બાદ માનવી ઉપર એકપણ દાગીનો રાખતા નથી તો તમે અંગદાન માટે જાગૃત બનો. તમે એક જિંદગ માંથી 8 લોકોના ચહેરા પર સ્મિત લાવી શકો છો. હાલ દેશના 5 લાખ લોકોને વિવિધ ઓર્ગન (અંગો)ની જરૂરિયાત છે. મોતનો ઈંતેજાર બહુ કઠીન છે પણ મોત ખરાબ નથી આ જ છે અંગદ ાનની કિંમત. કોઈની જિંદગી બચાવવા સિવાય મહત્વનું કોઈ કામ નથી. અકસ્માત થયેલા લોકોમાં 40 ટકા લોકો બેઈનડેડ હોય છે. વિકસિત દેશ બનાવવા માટે પહેલાં પોલિસી અને કાનૂન બનાવવા પડશે તેમ કડીમાં અંગદાન મહાદ ાનના પ્રણેતા દિલી પભાઈ દેશમુખે જણાવ્યું હતું.

કડી ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા શનિવારે શહેરમાં અંગદાન મહાદાન જનજા ગૃતિ મહારેલીનું આયોજન કરાયું હતું. રેલીને અંગદાન મહાદ ાનના પ્રણેતા દિલી પભાઈ દેશમુખ સહિત ભાગ્યોદય હોસ્પ િટલના ચેરમેન જગદી શભાઈ પટેલ, ટ્રસ્ટી દિલી પભાઈ પટેલ, જગદી શભાઈ પટેલ, ધારાસભ્ય કરશ ભાઈ સોલંકી સહિતે પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી શહેરના રાજમાર્ગો પર ફરી ટાઉનહોલ ખાતે પૂરી થયા બાદ અંગદાન જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં દિલી પભાઈ દેશમુખે જણાવ્યું કે, પૈસાની ત્રણ દિશા હોય છે. દાન, ભોગ અને નાશ. જે દશા ધનની છે તેવી દશા શરીરના અંગોની છે.

દાન નહીં કરો તો કંઈ બચશે નહીં. જીવીત લોકોને અંગદાન ના કરવું પડે તે લેવલે મહેનત કરો. અંગદાન મહાદાનને જીવનમંત્ર બનાવો. ચૂંટણીમાં 51 ટકા સો ટકા બરાબર છે અને 49 ટકા બરાબર શૂન્ય છે. તેમ આપણે બધા 1 ટકામાં બ્રેઈનડેડ માણસ શોધવાનું કામ કરીએ અને બાકીના 99 ટકા કામ તો સર્જીકલ અને કાયદાકીય રીતે કરવું પડે છે.

કડીના ભામાશા દિલી પભાઈ પટેલે જણાવ્યું કે, આપણે ભણેલા ગણેલા શિક્ષિત છીએ પણ અંગદ ાનની બાબતમાં અભણ હોઈએ તેમ લાગે છે. કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન વિનો દભાઈ પટેલ, એપી મસી ચેરમેન રાજેન્ દ્રભાઈ પટેલ, વીએચપી અગ્રણી વિષ્ણુભાઈ ભગત, શહેર ભાજપ પ્રમુખ જશવં તભાઈ પટેલ, નગરસેવક બબલુભાઈ ખમાર, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલે શભાઈ પટેલ સહિત હાજર હતા.

ગુજરાત દેશમાં અંગદાનમાં અગ્રેસર
અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સીઈઓ ડૉ.પાર્થ દેસાઈએ જણાવ્યું કે, દેશમાં 5 લાખથી વધુ લોકો કિડની લીવરની જરૂરિયાત વાળા છે. દરેક સમાજે અંગદાન માટે જાગૃત થવું જોઈએ. બ્રેઈનડેડ માનવીના પરિવારનું કાઉન્સિલિંગ કરીને અંગદાનને શક્ય બનાવવું જોઈએ. તમિલનાડુ અને ગુજરાત સમગ્ર દેશમાં અંગદાનમાં અગ્રેસર છે, પરંતુ વિદેશમાં બ્રેઈનડેડ માણસોના અંગદાનનો કાયદો બનેલો છે.

અન્ય સમાચારો પણ છે...