દારૂના વેપલા સામે એલસીબીની લાલ આંખ:કડીના વડાવલી ગામેથી રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો, મહિલાના ઘરેથી 171 વિદેશી દારૂની બોટલ પકડાઈ

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના વડાવલી ગામે રહેણાંક મકાનમાંથી એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરીને વિદેશી દારૂની નાની મોટી અને અલગ અલગ બ્રાન્ડની કુલ 171 બોટલ ઝડપીને વિદેશી દારૂનો વેપાર કરતી મહિલા સહિત કુલ 2 ઈસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂનો વેપાર કરતી મહિલા ઝડપાઈ
કડી તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં મહેસાણા એલસીબી સ્ટાફના માણસો સરકારી તેમજ પ્રાઈવેટ વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એલસીબી સ્ટાફના માણસો મેડા આદરજ પાસે આવેલ અદાણી ફેક્ટરી પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના વેલાવી ગામે આનંદ પુરામાં રહેતા ઠાકોર કચરાજી ગણેશજી વિદેશી દારૂનો વેપાર કરી રહ્યાં છે અને હંસાબેન ઠાકોરના ઘરે એ વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીની ખરાઈ કરીને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરીને રહેણાંક મકાનમાં રેડ કરીને મકાનની અંદર તલાશી લેતાં વિદેશી દારૂની નાની મોટી અને અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.

ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી
​​​​​​​કડીના વડાવલી ગામે મહેસાણા જિલ્લા એલસીબી સ્ટાફે વિદેશી દારૂની 130 બોટલ તેમજ બિયર ટીન 41 એમ કુલ 171 વિદેશી દારૂની બોટલો ઝડપી હતી. જેની કિંમત રૂ. 33 હજાર 40 તથા મોબાઈલ એમ કુલ રૂ. 33 હજાર 550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમણે ઠાકોર કચરાજી ગણેજી અને ઠાકોર હંસાબેન પ્રભુજીની ધરપકડ કરી હતી અને સ્થળ ઉપરથી ફિરોઝ કલાલ નાસી છૂટ્યો હતો તેને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. બાવલુ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...