તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કડી પીએસઆઈ જે.એસ. રબારી સસ્પેન્ડ

કડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10થી 12 ગુનાની તપાસમાં બેદરકારી ધ્યાને આવતાં જિલ્લા પોલીસવડાની કાર્યવાહી

કડી પીએસઆઈ જે.એસ. રબારી દ્વારા વિવિધ ગુનાઓની તપાસમાં બેદરકારી દાખવાઇ હોવાનું ધ્યાને આવતાં જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે સસ્પેન્ડ કરતો આદેશ કર્યો છે.કડીમાં છેલ્લા દોઢ વર્ષથી અને અગાઉ બાવલુ પોલીસ મથકનો સ્વતંત્ર હવાલો સંભાળનાર પીએસઆઈ જે.એસ. રબારી છેલ્લા ઘણા સમયથી કડી પોલીસ મથકે નોંધાયેલા 10 થી 12 ગુનામાં યોગ્ય તપાસ નહીં કરી ગંભીર બેદરકારી દાખવી હોવાનું એસપીના ધ્યાને આવતાં તેમણે સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. નાયબ પોલીસ અધિક્ષક ભક્તીબા ઠાકરે પીએસઆઈ રબારીને તપાસમાં બેદરકારી મામલે સસ્પેન્ડ કરાયા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો