તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની રેડ:કડી પોલીસે 39 પશુઓને કતલખાનેથી બચાવ્યાં

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાસલપુર રોડ પર ખુલ્લા વાડામાં કતલ માટે રખાયાં હોવાની બાતમી આધારે પોલીસની રેડ
  • 3 કસાઇઓની ધરપકડ, એક ફરાર : પશુઓ કડી પાંજરાપોળમાં મોકલાયાં, 2 મૃત હતા

કડી શહેરના જાસલપુર રોડ સ્થિત અમનપાર્ક સોસાયટી પાસે ખુલ્લા વાડામાં મૂગાં પશુઓને કતલ માટે રાખેલા હોવાની બાતમી આધારે કડી પોલીસે રેડ કરી 39 પશુઓના જીવ બચાવી લીધા હતા. જ્યારે 2 પશુ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે ટ્રક સહિત રૂ.7 લાખના મુદ્દામાલ સાથે 3 કસાઈઓને ઝડપી લીધા હતા. જ્યારે એક ફરાર શખ્સને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

કડીના કસ્બા સ્થિત જાસલપુર રોડ પર અમનપાર્ક સોસાયટી પાછળ ખુલ્લા વાડામાં મૂગાં પશુઓની કતલ કરવાની પ્રવૃતિ ચાલતી હતી. શનિવારે રાતે કડી પીઆઈ ડી.બી. ગોસ્વામીને ખાનગી રાહે હકીકત મળતાં પીએસઆઈ ઘાસુરાએ સ્ટાફ સાથે રેડ પાડી હતી. ખુલ્લા વાડામાં 41 મૂગાં પશુઓ ખીચોખીચ ભરેલા હતા. પાણી કે ઘાસચારાની કોઈ સગવડ પણ નહોતી. પશુઓની કતલ કરવાના ઈરાદે રાખેલા હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જણાતું હતું. આથી પોલીસે 39 જીવતાં પશુઓને છોડાવી કડી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. જ્યારે 2 પશુ મૃત હતા.

કડી પોલીસે 39 જીવતાં અને 2 મૃત મળી રૂ.2,87,000ના પશુઓ તથા રૂ.4 લાખની ટ્રક (GJ 01 HT 8599) મળી કુલ રૂ.6,87,000ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો.

ઝડપાયેલા શખ્સો
1. કુરેશી મેમુદ ચાંદભાઈ, કડી
2.દિવાન અરતાજ આમીન, રાજકોટ
3. બેલીમ શાહરૂખ વજીરભાઈ

​​​​​​​ફરાર આરોપી
4. હાજી હુસેન કારવા, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...