લોકડાઉન ઇફેક્ટ:કડી GIDCની કોટન ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ દ્વારા પગાર મુદ્દે હંગામો

કડી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં છેલ્લા ત્રણ મહિનાથી લોક ડાઉનની પરિસ્થિતિમા ઈન્ડસ્ટ્રીઝ બંધ હાલતમાં છે. તો બીજી તરફ ઈન્ડસ્ટ્રીઝમા કામ કરતા કામદારોને જીવન નિર્વાહ પણ મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે કડી જીઆઈડીસીના પ્લોટ નં.66માં આવેલી વાઈબ્રન્ટ કોટ ફેબ પ્રા.લી.નામની ઈન્ડસ્ટ્રીઝના સંચાલકો કોરોનાની કપરી પરિસ્થિતિમાં કામદારોને પગાર ચૂકવવામાં પાછી પાની કરતા કામદારોની હાલત કફોડી બની છે.કંપનીના કામદારોએ ઈન્ડસ્ટ્રીઝના સંચાલકો તેમજ કડી મામલતદાર,પોલીસ સહિત સ્થાનિક તંત્રમા લેખિત રજૂઆત કરી છે.ઈન્ડસ્ટ્રીઝ સામે 80 થી 90 જેટલા કામદારો છેલ્લા ત્રણ દિવસથી કામદારો હોબાળો મચાવી રહ્યા છે, તેમ છતા સ્થાનિક તંત્ર  અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...