કડી શહેરના ગાંધીચોક વિસ્તારમાં દુકાન ચલાવતા ઠાકોર જગદીશ મોબાઈલમાં ઓનલાઈન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી આધારે કડી પોલીસે રેડ કરી રંગેહાથ મોબાઈલ સહિત રૂ.48 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
શહેરના મણીપુર ધોકાબારીમાં રહેતો અને ગાંધીચોક વિસ્તારમાં કૃષ્ણ સિનેમાની પાસે શની કોમ્પલેક્ષમાં દુકાન ચલાવતા જગદીશ મનુજી ઠાકોર બુધવારે બપોરના સુમારે તેની દુકાનના ઓટલા પર મોબાઈલમાં બ્રાઉઝરમાં www. allpaanel.com નામની વેબસાઈટમાં ઓલ પેનલ એક્સચેન્જ નામની સાઈટ ખોલી યુઝરનેમ ramdev 929 નું આઈડી બનાવી તેમાં ભારત બનામ ઓસ્ટ્રેલીયા સામે ચાલતી ટેસ્ટ મેચ પર સટ્ટો રમી રમાડતો હોવાની બામતી કડીના પીએસઆઈ ગેહલાતવને મળી હતી.પોલીસે રેડ કરી જગદીશ ઠાકોરને રંગેહાથ મોબાઈલ પર કામ કરતો ઝડપી લઇ 30 હજારનો મોબાઈલ ફોન તથા ક્રિકેટ સટ્ટાના રોકડા રૂ.18800 જપ્ત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.