પ્રવચન:જીવન છે સુખ-દુ:ખની મેચ, કોઈનો ફટકો કોઈનો કેચ

કડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં સંત પારાયણના છેલ્લો દિવસે ત્યાગ વત્સલ સ્વામિજીએ કહ્યું

જીવન છે સુખ દુખની મેચ કોઈનો ફટકો કોઈનો કેચ, રમનારા હોય છે બે અને પાડી દેનારા હોય છે અગિયાર. જીવનમા આપણને આપણા જ નડતા હોય છે. દોડી દોડીને કરો પુણ્ય કેરા રન પણ તમને આઉટ કરવા દોડતા હોય છે બે ચાર. જીવનમા સાચવી સાચવીને કરવા પડે છે રન તેવું કડીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત પારાયણના છેલ્લા દિવસે પૂજ્ય ત્યાગવત્સલ સ્વામીએ સંત પરમ હિતકારી વિષયે જણાવ્યંુ હતંુ.

બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના પાંચમા અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ આ જીવન મંત્ર સાથે નિસ્વાર્થ ભાવે લોકસેવામાં આખું આયખું સમર્પિત કરનાર વિશ્ર્વ વંદનીય સંત પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે કડીના થોળ રોડ સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે પાંચ દિવસીય સંત પારાયણનુ આયોજન કરવામા આવ્યુ હતુ.રવિવારે પારાયણના છેલ્લા દિવસે સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી (અટલાદરા)જીવનને સ્પર્શતા વિવિધ મુદ્દા આધારીત સંત પરમ હિતકારી વિષય સાથે કથાનુ સુંદર રસપાન કરાવ્યુ હતુ.

કથા દરમિયાન તેમણે ક્રિકેટરો રોજ પ્રેક્ટીસ કરે છે તેમ સત્સંગ સેવા ભક્તિની રોજ પ્રેક્ટીસ કરવી પડે.દુનીયામા તમને હરાવવા બધા ખેંચમ ખેંચ કરશે. ભગવાન પ્રત્યેની ભક્તિની પ્રેરણાથી સતપુરૂષો મંદિરો બનાવે છે.ગુરૂના સંકલ્પથી ભક્તો ભક્તિ કરે એટલે અદભૂત મંદિરો બનાવ્યા.પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિરોની ભક્તોને ભેટ આપી પણ તમે તમારા ઘરને એક મંદિર બનાવી શક્તા નથી.ટીવી રીપેર કરવા વાળો પાંચસોમા બગડશે નહી તેની ગેરંટી આપે છે.

પરંતુ હજારો ફી લઈને પણ તબીબ બીમારીની કોઈ ગેરંટી આપતા નથી તેમ જણાવ્યુ હતુ.છેલ્લા દિવસની કથાનો લાભ લેવા મહેસાણા ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન વિનોદભાઈ પટેલ,એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ,પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ,શહેર ભાજપ પ્રમુખ જશવંતભાઈ પટેલ, નાગરિક બેન્કના વાઈસ ચેરમેન ભરતભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પારાયણનુ સંચાલન સાધુ ઋષિચિંતન સ્વામી, નિલકંઠમુનિ સ્વામી તેમજ કડી મંડળના મહેન્દ્રભાઈ વાળંદ, અશોકભાઈ પટેલ, ડૉ.નરસિંહભાઈ પટેલ, લાલભાઈ પટેલ,નીતિનભાઈ પટેલ સહિતે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...