તંત્ર દોડતું થયું:કડીના દેત્રોજ રોડ પર ભૂવો પડ્યો, અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા, ટ્રોલીની આડાશ મૂકાઈ

કડી17 દિવસ પહેલા
  • ઘટનાની જાણ પાલિકા અને આર એન્ડ બીના અધિકારીઓને થતાં ઘટના સ્થળે પહોંચ્યા

કડી પંથકમાં સમય પહેલા જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના તથા ગ્રામ્ય વિસ્તારોના અનેક રોડ રસ્તા થઈ ગયાં હતાં જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપની સામે થોડા સમય અગાઉ GUDC દ્વારા રોડને ખોદીને ગટર લાઇનનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને તે જ જગ્યાએ એકાએક આજે સવારે ભૂવો પડતાં લોકો ચોંકી ઊઠ્યાં હતાં અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

તંત્ર દ્વારા ભૂવાની પાસે ટ્રોલીની આડાશ મુકાઇ
કડીના દેત્રોજ રોડ ઉપર રોડ વચ્ચે એકા એક ભૂવો પડતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. જ્યારે ઘટનાની જાણ કરી નગરપાલિકાને થતા કડી નગરપાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરની ટ્રોલીની આડાશ મૂકવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ થાય નહીં. નગરપાલિકાના અધિકારીઓએ R એન્ડ Bના અધિકારીઓને જાણ કરી હતી અને R એન્ડ B અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રોડ વચ્ચે ભુવો પડતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને ભૂવાની આજુબાજુ આડાશ ઉભી કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...