હાલાકી:નંદાસણમાં બસ સ્ટેન્ડ ના અભાવે મુસાફરો ગરમીમાં શેકાવા મજબૂર

નંદાસણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે હોવા છતાં બસ સ્ટેશન નથી
  • આસપાસના 14 ગામોના લોકોનો મુસાફરી માટે ધસારો

અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર આવેલ કડી તાલુકાના નંદાસણમાં બસ સ્ટેન્ડની સુવિધા ન હોવાથી મુસાફરોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાવુ પડે છે. આ ઉપરાંત પાયાની સુવિધા ન હોવાને કારણે મુસાફરો સહિત બાળકો અને વડીલોને ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

અમદાવાદ મહેસાણા હાઈવે પર નંદાસણ ખાતે અમદાવાદ અને મહેસાણા તરફના બંને બાજુના બસ સ્ટોપ પર બસ સ્ટેન્ડ ન હોવાને લીધે મુસાફરો ઉનાળો, ચોમાસુ અને શિયાળો ખુલ્લી જગ્યામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. નંદાસણ નેશનલ હાઇવે ઉપર હોવાને લીધી આજુબાજુના 14 ગામડાના મુસાફરો અહીં બસમાં મુસાફરી માટે આવતા હોય છે.

છતા તંત્ર દ્વારા બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ ન કરવાને કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બેસવા માટે કોઈ પણ જગ્યા ન હોવાને કારણે બસ ની રાહ જોતા મુસાફરો ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા જલ્દી બસ સ્ટેન્ડ બનાવવામા આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...