કડી તાલુકાના કુંડાળ ગામે ખેતરમાં ભેંસો ચરાવવા બાબતે આધેડ ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેમજ ખેડૂતને લાફો મારીને ભેંસો ચરાવી રહેલા ઇસમે ગડદાપાટુનો માર મરાતા ખેડૂતે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કડી તાલુકાના કુંડળ ગામના વતની નવીન પટેલ કે જેઓ હાલ અમદાવાદ ખાતે રાણીપ વિસ્તારમાં રહી ગુજરાત ચલાવી રહ્યા છે. જેઓ મૂળ વતન કુંડાળ ગામે તેમના ખેતરમાં વાવણી કરેલી હોય તેવું જોવા માટે આવ્યા હતા. જે દરમિયાન તેમના ખેતરમાં ભેંસો ચરી રહી હતી. ત્યારે તેઓ ખેતરમાં પહોંચીને ભેંસો ચરાવી રહેલા ઈસમ કાનજી રબારી (રહે ઈરાણા)ને જઈને પૂછ્યું કે, 'તું અમારા ખેતરમાં ભેસો કેમ ચલાવી રહ્યો છે અને કોને પૂછીને ભેંસો ચરાવી રહ્યો છે'. જેમ કહેતા કાનજી રબારી એ કહ્યું કે, 'હું બેસો ચરાવીશ તારાથી થાય તે કરી લે' તેમ કહીને નજીક જઈને આધેડ ખેડૂત નવીન પટેલને ગાલ ઉપર લાફો મારી દીધો હતો. તેમજ અપશબ્દો બોલી અને ગરદાપાટુનો માર મારવા લાગ્યો હતો. જ્યાં નજીકમાં રહેલા નવીન પટેલના ખેતરમાં કામ કરતા ચેલાભાઈ દંતાણી આવી પહોંચ્યા હતા અને ખેડૂતને મારમાંથી બચાવ્યા હતા. કાનજી રબારી ત્યાંથી ભાગી છુટ્યો હતો. ખેડૂતે કડી પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવતા પોલીસે કાનજી રબારી ઉપર ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.