કડી ભાજપના ઉમેદવારને રિપીટ કરાયા:1981થી 1985 સુધી નગરાસણ ગ્રામપંચાયતના સભ્ય રહેલા કરશન સોલંકીને ઉમેદવાર જાહેર કરાયા

કડી25 દિવસ પહેલા

2022 ની વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે અલગ અલગ પક્ષો દ્વારા પોત પોતાની રણનીતિ પ્રમાણે પોતાના ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 160 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. તેવામાં 24 વિધાનસભા કડીના ઉમેદવાર તરીકે કરશનભાઇ સોલંકીને રિપિટ કરવામાં આવ્યા છે.

સેન્સ પ્રક્રિયામાં કડીથી 54થી વધારે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા કડી તાલુકાના નગરાસણ ગામના વતની કરશનભાઇ સોલંકીને રિપિટ કરાયા છે. કરસનભાઈ સોલંકીનું મૂળ વતન કડી તાલુકાના નગરાસણ ગામના વતની છે. જેઓ 2017 માં કડી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના રમેશભાઇ ચાવડાને હરાવીને 7 હજારથી વધુ મતે તેઓ વિજયી બન્યાં હતાં.

કડી તાલુકાના નગરાસણ ગામના વતની કરશનભાઇ સોલંકીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી રિપીટ કરવામાં આવ્યા છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. જેઓ 1981 થી 1985 સુધી નગરાસણ ગામના સભ્ય તરીકે રહી ચુક્યા છે અને 2001 થી 2005 સીધી તેમના જ ગામના સરપંચ પણ રહી ચુક્યા છે.

નગરાસણ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં છેલ્લા 30 વર્ષથી સભ્ય
કડી તાલુકાના નગરાસણ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં કરસનભાઈ સોલંકી છેલ્લા 30 વર્ષથી સભ્ય તરીકે કાર્યરત છે. 2010 થી 2017 સુધી તેઓ કડી તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રહી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીના 2022 ની વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે કરશનભાઈ સોલંકીનું જાહેર કરવામાં આવ્યું છે અને તેઓને કડીમાં કરસનકાકા તરીકે ઓળખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...