તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાયજ્ઞ:કડીના યુવાનોએ 800 થી વધુ હોમ આઈસોલેટ દર્દીને ટિફિન સેવા આપી

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 યુવાનોની ટીમ દ્વારા કોરોનાગ્રસ્તો માટે ભોજન સેવાયજ્ઞ

કોરોનાની મહામારીના સંકંટ વચ્ચે શહેરના સેવાભાવી યુવાનોએ જનસેવા એજ પ્રભુસેવાના નારા સાથે કોરોનાગ્રસ્ત લોકો માટે ફક્ત 20 રૂપિયાના ટોકન ચાર્જમાં સવાર સાંજ ટિફિન સેવા શરૂ કરી છે. શહેરમા રોજીદા 100 થી વધારે લોકોને ભોજનની સેવા પૂરી પાડી રહ્યા છે.

શહેરના હોમ આઈસોલેટ દર્દીઓને સવાર અને સાંજ બંન્ને સમય તાજુ ભોજન પહોંચાડવાનુ શહેરના કેટલાક સેવાભાવી યુવાનોએ બીડુ ઝડપી લીધુ.છેલ્લા આઠ દિવસથી યુવાનો કોરોનાગ્રસ્ત દર્દીઓને દાળ-ભાત, શાક-રોટલી,કેરીનો રસ,કઢી,ખીચડી અને ભાખરી સહિતની ખાદ્ય ભોજન આપવામાં આવી રહ્યું છે.

યુવાનોએ વિસ્તાર પ્રમાણે હેલ્પલાઇન નંબર જાહેર કરી જરૂરિયાતવાળા લોકોને સવારે અને સાંજે ટીફીનની સંખ્યા અને સરનામું નોંધણી કરાવે છે અને તે પ્રમાણે યુવાનો વિસ્તાર પ્રમાણે ડોર ટુ ડોર બંને સમય ભોજન પહોંચાડી રહ્યા છે.અત્યાર સુધીમાં 800 લોકોને ટીફીન પહોચાડી યુવાનો સેવાયજ્ઞમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...