કડીના છત્રાલ રોડ સ્થિત સ્પ્રિંગડેલ સ્કૂલમા ધોરણ 7 મા અભ્યાસ કરતા 13 વર્ષિય સાહિલ શર્માને શાળાના શિક્ષકે ચોરી કરવા મામલે પોલિસ ફરીયાદની ધાક ધમકી આપતા ગભરાઈ ગયેલ છાત્ર શાળામાંથી સાયકલ લઈને ઘરે જવાનુ કહી નીકળી ગયો હતો.વીસ દિવસ વિતવા છતા ગુમ છાત્રનો કોઈ પત્તો ન લાગતા પરિવાર માત્ર ભગવાન ભરોષે બેઠો છે.કારણ કે કડી અને મહેસાણા પોલિસ વિધાર્થીને શોધવામા વામળી પુરવાર થઈ છે.
કડી છત્રાલ રોડ સ્થિત સેરા કોલીનીમા રહેતા યશનંદનકુમાર શર્માનો 14 વર્ષિય પુત્ર સાહિલ કોલોનીથી થોડે દૂર એક જુની ફેક્ટરીના બિલ્ડીંગમા ચાલતી સ્પ્રિંગડેલ નામની ખાનગી શાળામા ધોરણ 7 મા અભ્યાસ કરતો હતો.શાળામા ચોરી મામલે શિક્ષકે સાહિલને પોલિસ ફરીયાદના નામે ધાક ધમકીઓ આપી ડરાવતા સાહિલ ગભરાઈ ગયો હતો.ગત 27 એપ્રિલે ચોરી મામલે તેના પિતાને શાળામા બોલાવી શિક્ષકે ચોરી મામલે તેમને અવગત કર્યા હતા.બાદમા તેના પિતા સાથે સાહિલ સાયકલ લઇને ઘરે જવા નીકળ્યો હતો અને તેના પિતા સીધા સેરા કંપનીમા નોકરી પર ગયા હતા.
જ્યારે ચોરી બાબતે શિક્ષક અને પિતા સામે અપમાનિત થયેલ સાહિલ ઘરે જવાને બદલે સીધો છત્રાલ રોડ તરફ સાયકલ લઇને જતો સેરા કોલોનીના સીસીટીવી કેમેરામા કેદ થયેલ છે.બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવારે સાહિલની શોધખોળ આદરી હતી.સાંજ સુધી ન મળી આવતા સાહિલના પિતાએ કડી પોલિસ મથકે પુત્ર ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી.વીસ દિવસ થવા છતા પોલિસને કોઈ ક્લુ ન મળતા તપાસ અધિકારીઓ ઠેરના ઠેર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.