કડી તાલુકાના સાદરા ગામે રહેતા પરિવારે ઘરના વડીલ માતાનું અવસાન થતાં બે ચક્ષુનું દાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારે ચક્ષુદાન કરી બે વ્યક્તિને નવી જીવનમાં રોશની આપવાનું કાર્ય કર્યું હતું. કડી તાલુકાના સાદરા ગામમાં રહેતા સુથાર પરિવારના કાળીદાસ, દશરથભાઈ, ભાઈલાલભાઈના માતા કાંતાબેન મથુરદાસ સુથારનું મકરસંક્રાંતિના તહેવારે 82 વર્ષની ઉંમરે અવસાન થતા તેઓના બંને ચક્ષુનું દાન કરી કડી શહેરમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
કડી તાલુકાના સાદરા ગામે રહેતા કાંતાબેન મથુરદાસ સુથારની તબિયત છેલ્લા ઘણા સમયથી નાતંદુરસ્ત રહેતી હતી અને મકરસંક્રાતિના તહેવારના રોજ તેમનું અવસાન થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સ્વ કાન્તાબેન મથુરદાસ સુથારના ત્રણે પુત્રો અને પરિવારે નક્કી કર્યું કે, તેમના માતાનું ચક્ષુદાન કરવું છે. જ્યાં પરિવારના સભ્યોએ કડી લાયન્સ ક્લબ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જ્યાં લાયન્સ ક્લબના ડો.આનંદભાઈ પટેલ, મયંકભાઈ પટેલ (આલ્ફા ફાઉન્ડેશન) સહિતના સેવાભાવી કાર્યકર્તાઓ કડીના સાદરા ગામ ખાતે પહોંચ્યા હતા અને સ્વ.કાંતાબેન મથુરદાસ સુથારના બંને ચક્ષુનું કલેક્શન કરી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોળકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પરિવારે ચક્ષુદાન કરી બે વ્યક્તિને નવી દૃષ્ટિ આપવાની પહેલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.