કડી તાલુકા તેમજ શહેરની અંદર થોડાક દિવસોમાં તસ્કરોએ જાણે તરખાટ મચાવી દીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી શહેરમાં છેલ્લા 10થી 15 દિવસમાં અનેક મકાનોના તાળા તોડી તસ્કરો રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. જ્યાં પોલીસને હવે ખુલ્લી ચેલેન્જ તસ્કરો આપી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી શહેર વિસ્તાર છોડી હવે તસ્કરોએ ગ્રામ્ય વિસ્તારમાં તરખાટ મચાવી દીધી છે. કડી તાલુકાના દેલ્લા ગામે મકાનનું લોક તોડી તસ્કરો લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ ફરાર થઈ જતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી.
તસ્કરો 1.38 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા
કડી તાલુકાના દેલ્લા ગામે રહેતા ઈબ્રાહીમભાઇ પઠાણ કે જેઓ તેમની સાસુની વાર્ષિક પુણ્યતિથિ હોવાથી પરિવાર સાથે અમદાવાદ મુકામે ગયા હતા. ત્યારે ગતરાત્રિએ તેમના મકાનનું લોક તૂંટતા સવારે 5:00 વાગ્યાના અરસામાં તેમના પિતાએ તેમને ફોન કરીને જાણ કરી હતી. જાણ થતાં તેઓ વહેલી સવારે પોતાના ઘરે આવી પહોંચ્યા હતા અને ઘરની અંદર તલાસી કરતાં તેમના ઘરનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘરની અંદર તલાસી કરતાં લોખંડની તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ લાકડાના કબાટમાં જોતા અંદર રોકડ રકમની પણ ચોરી થયું હોવાનું નજરે પડ્યું હતુ. આમ તેમના ઘરેથી કુલ રૂ. 1 લાખ 38 હજાર રોકડ રકમ સહિત મુદ્દામાલની ચોરી થયાનું ગામની અંદર તથા આજુબાજુ લોકોને જાણ કરી હતી. જેની તાત્કાલિક બાવલું પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
તસ્કરો ચોરી કરી પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપી રહ્યાં છે
કડી શહેરની અંદર તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. ત્યારે બે દિવસ અગાઉ જ હજુ તો મહેસાણા જિલ્લા પોલીસ વડા કડી ખાતે આવી પહોંચ્યા હતા અને ચોરીના ઘટનાસ્થળે પહોંચીને જાતે નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ફરી એકવાર કડી તાલુકાના દેલ્લા ગામે રહેતા ઇબ્રાહીમભાઇ પઠાન કે જેઓ ખેતીવાડી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ તેમની સાસરી અમદાવાદ ખાતે ગયા હતા અને પાછળથી મકાનનું લોક તૂંટતા તેઓએ બાવલું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.