પહેલ:કડીના પરિવારે મૃત પુત્રના બે ચક્ષુનું દાન કરી બે વ્યક્તિના જીવનમાં રોશની પાથરી

કડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડીના પટેલ પરિવારે દીકરાના ચક્ષુનું દાન કરતાં નવી પહેલ - Divya Bhaskar
કડીના પટેલ પરિવારે દીકરાના ચક્ષુનું દાન કરતાં નવી પહેલ

કડીના પરિવારે દીકરાના ચક્ષુઓનું દાન કરી બે વ્યક્તિના જીવનમાં રોશની લાવવાનું ઉમદા કાર્ય કર્યું છેસ્વ.કૃણાલ પટેલના પરિવારે ચક્ષુદાન કરી બે વ્યક્તિને નવી દ્રષ્ટી આપવાની પહેલ કરી હતી. કડીના ભાઉપુરા સ્થિત સરદાર પટેલ સોસાયટીમાં રહેતા કૃણાલ દિલીપભાઈ પટેલ (37)નું સોમવારે અકાળે અવસાન થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. પરિવારે દીકરાનાં ચક્ષુનું દાન કરવાની ઈચ્છા જાહેર કરી કડી લાયન્સ ક્લબ અને આલ્ફા ફાઉન્ડેશન નામની સેવાકીય સંસ્થાનો સંપર્ક કર્યો હતો.

ભાગ્યોદય હોસ્પિટલના સહયોગ થકી મૃતકના બંને ચક્ષુનું ડૉ.આનંદ પટેલ, મયંકભાઈ પટેલ, પિનાકીન પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત સેવાભાવી યુવાનોએ કલેક્શન કરી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોળકા ખાતે મોકલી આપ્યા હતા. સ્વ.કૃણાલ પટેલના પરિવારે ચક્ષુદાન કરી બે વ્યક્તિને નવી દ્રષ્ટી આપવાની પહેલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...