કડી તાલુકાના બાવલુ અને નંદાસણ પોલીસે શુક્રવારે અંબાવપુરા અને નંદાણ ગામમાં ચાલતાં જુગારધામ પર રેડ કરી કુલ 8 શખ્સોને રૂ.12,320 રોકડ, રૂ.5 હજારના 4 મોબાઇલ અને રૂ.10 હજારનું બાઇક મળી કુલ રૂ.27,320ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ મામલે પોલીસે અલગ-અલગ બે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બાવલુ પોલીસે શુક્રવાર બપોરે બાતમીના આધારે નંદાણ ગામના બળીયાદેવ મંદિરની આગળ ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ પર રેડ કરી ગામના બાબુ ચંદુજી ઠાકોર, સુનિલ ગોરધનભાઇ ઓડ, હબીબ ગુલાબભાઇ મલેક અને અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા મણિલાલ ભીખાભાઇ પરમારને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રૂ.1470ની રોકડ, રૂ.1 હજારનો 1 મોબાઇલ અને રૂ.10 હજારનું બાઇક (GJ 02 CH 4508) મળી કુલ રૂ.12470નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે નંદાસણ પોલીસે શુક્રવાર સાંજના બાતમીના આધારે અંબાવપુરામાં ડેરી પાછળની ખુલ્લી જગ્યામાં રમતા જુગારના સ્થળે ત્રાટકી પોપટ બળદેવભાઇ પટેલ, હેમજી વિરચંદભાઇ ઠાકોર, વિષ્ણુ શંકરજી ઠાકોર અને ગોવિંદ બબાભાઇ પટેલને ઝડપી લીધા હતા અને જુગાર સ્થળ પરથી પોલીસે રૂ.10850ની રોકડ રકમ અને રૂ.4 હજારના 3 મોબાઇલ મળી કુલ રૂ.14850નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.