કડીના કસ્બા સ્થિત જન્નતસીટીમાં રહેતા રિક્ષાચાલકને સોસાયટીમાં જ રહેતા અન્ય શખ્સે તેના ઘર આગળથી વાહન લઇને નહીં નીકળવાનું કહી ઝઘડો કરી તેના ઘરની બાલ્કનીમાંથી નીચે ફેંકતાં પગે ફેક્ચર થયું હતું.
જન્નતસીટીમાં રહેતા મોહસીનખાન જરીફખાન પઠાણ રિક્ષા ચલાવે છે. શનિવારે સાંજે મિત્રો સાથે ઘરે હતો. ત્યારે તેની સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ ફકીર (ગેરેજવાળા) અને તેની પત્ની ફીરદોશબાનુએ આવી તેમના ઘર આગળથી વાહન લઈને પસાર નહીં થવા કહ્યું હતું આથી મોહસીનખાને મારા ઘરે અવર જવર માટે સોસાયટીનો આ એક કોમન રસ્તો છે એટલે મારે અહીંથી જ જવું પડે તેમ કહેતાં મુન્નાભાઈ ફકીરે ઉશ્કેરાઈ જઇ મોહસીનખાનને તેના ઘરની બાલ્કનીથી નીચે ફેંકી દીધો હતો.
આસપાસના લોકો એકઠા થઈ જતાં મુન્નાભાઈ ફકીર અને તેની પત્ની ધાકધમકી આપી જતા રહ્યા હતા. જે અંગે ઈજાગ્રસ્ત મોહસીનખાનના નિવેદન આધારે કડીના એએસઆઈ સી.એમ.રાઠોડે મુન્ના ફકીર અને તેમની પત્ની ફીરદોશબાનુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.