જીવલેણ હુમલો:કડીની સમૃદ્ધિ રેસીડેન્સીના પ્રમુખ અને તેના પુત્રોનો સોસાયટીના રહીશ પર તલવારથી હુમલો

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહારથી માણસો ભેગા કરવા બાબતે વિરોધ કરતાં અદાવત રાખી
  • હાથે તલવારથી ગંભીર ઇજા, પિતા-2 પુત્રો સહિત 4 સામે ગુનો

કડીના થોળ રોડ સ્થિત દશામા મંદિર નજીક આવેલી સમૃદ્ધિ રેસીડેન્સીમાં રહેતા યુવકે સોસાયટીના પ્રમુખને બહારના માણસો ભેગા કરવા મામલે ઠપકો આપતાં તેની અદાવત રાખી સોસાયટીના પ્રમુખ અને તેના બે પુત્રો સહિત 4 શખ્સોએ જાહેરમાં તલવાર અને ધોકાથી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

શહેરના દશામા મંદિર પાસે આવેલી સમૃદ્ધિ રેસીડેન્સીના પ્રમુખ દશરથજી ઠાકોર તેમના ઘરે બહારના માણસો ભેગા કરતાં હોઇ પાડોશમાં રહેતા મૂળ દેત્રોજના છનિયાર ગામના ઠાકોર વિનોદજી પ્રહલાદજીએ પ્રમુખને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી રવિવારે સાંજના સમયે પ્રમુખ દશરથજી, તેમના બે પુત્રો સહિત 4 શખ્સોએ વિનોદજીને ઘરની બહાર બોલાવી જાહેર રોડ ઉપર તલવાર અને ધોકાથી જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા.

જેમાં જમણા હાથના ખભે તલવાર વાગતાં ગંભીર ઇજા થઇ હતી. જ્યારે એક્ટિવા (જીજે 01 એલએન 5904)ને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ અંગે પીએસઆઈ આર.એલ. ડામોરે ઈજાગ્રસ્ત વિનોદજી ઠાકોરના નિવેદન આધારે દશરથજી ઠાકોર સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

આ 4 સામે ગુનો નોંધાયો
1 - ઠાકોર દશરથજી
2 - ઠાકોર સંજયજી દશરથજી
3 - ઠાકોર જયેશજી દશરથજી
(રહે. સમૃદ્ધિ રેસીડેન્સી, કડી)
4 - ઠાકોર ચેતનજી (રહે.પીરોજપુર)

અન્ય સમાચારો પણ છે...