પ્લાસ્ટિક મક્ત અભિયાન:કડી નગરપાલિકાએ 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કર્યો, 4 દુકાનદારોને દંડ ફટકાર્યો

કડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 દુકાનના વેપારીઓ પાસેથી 4800નો દંડ વસુલ કર્યો

કડી નગરપાલિકા દ્વારા આજ રોજથી નગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે ચકાસણી હાથ ધરી દીધી હતી. સામાન્ય જથ્થો કબજે કર્યા નગરપાલિકાની ટીમ દ્વારા કડી નગરમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 50 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી જથ્થા રાખનાર દુકાનદારોને 4800નો દંડ ફટકારી દેતા કડી નગરમાં પ્લાસ્ટિકના ઉપયોગ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

કડી નગરપાલિકા દ્વારા કડી નગરમાં પ્લાસ્ટિક અટકાવવા માટે મેદાનમાં આવી હતી. કેટલાક સ્થળેથી સામાન્ય પ્લાસ્ટિકના જથ્થો પકડી લીધો હતો. નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. અંદાજિત આજે રોજ 4 દુકાનોમાં ચેકિંગ કર્યા બાદ પાલિકાના અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત 50 કિલો પ્લાસ્ટિક કબજે કર્યુ હતુ. તેમ જ દુકાનદારો પાસેથી 4800 નો દંડ વસૂલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા દ્વારા અવારનવાર તમામ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે ચેકિંગ હાથ ધરે એવી જાગૃત નગરજનોની માગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...