તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોન્સૂન:કડીમાં કડાકા-ભડાકા સાથે 2 કલાકમાં 3 ઈંચ ખાબક્યો

કડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડીના દેત્રોજ રોડ પરની સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં રહીશોએ ઉચાટભર્યા જીવે રાત વિતાવી - Divya Bhaskar
કડીના દેત્રોજ રોડ પરની સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં રહીશોએ ઉચાટભર્યા જીવે રાત વિતાવી
  • વિજાપુર અને સરસ્વતીમાં એક-એક ઇંચ વરસાદ, બનાસકાંઠાની સીપુ નદીમાં પાણી આવ્યું
  • કડીના કરણનગર રોડ, સુજાતપુરા રોડ, નાનીકડી રોડ, દલુકકુંડ મહાદેવ નજીક, દેત્રોજ રોડ પાણીમાં ગરકાવ
  • આજે પણ ઉ.ગુ.ના છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસશે
  • શહેરની 25 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં, બંને અંડરબ્રિજમાં પાણીથી વાહન વ્યવહાર બંધ કરાયો

દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાં રચાયેલી 2 સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં રવિવારે વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં રવિવારે અસહ્ય ઉકળાટ બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં કડીમાં સાંજે બે કલાકમાં અઢી ઇંચ પડ્યા બાદ રાત્રે વધુ અડધો ઇંચ જેટલો વરસ્યો હતો. જ્યારે વિજાપુરમાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. મહેસાણા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાયો હતો, તો ક્યાંક ઝરમર વરસી હતી.

કડી શહેરમાં રવિવારે સાંજે વરસાદી માહોલ વચ્ચે 6 થી 7 વાગ્યા સુધીમાં સવા બે ઇંચ અને 8 વાગ્યા સુધીમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસતાં ત્રણ ઈંચે પહોંચ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના કરણનગર રોડ, સુજાતપુરા, નાનીકડી રોડ, ભાગ્યોદય સર્કલ, ભીમનાથ તળાવ, દેત્રોજ રોડ સહિત શહેરની 25 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં હતાં. નીચાણ વાળી આ સોસાયટીઓના મકાનોમાં પાણી ઘૂસી જતાં રહીશોને હાલાકી થઈ પડી હતી. જ્યારે શહેરના બંને અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર બંધ થતાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.

દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાં રચાયેલી 2 સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદ પડ્યો
દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને અરબી સમુદ્રમાં રચાયેલી 2 સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રવિવારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. સોમવારે પણ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગની આગાહી છે.

સરસ્વતી પંથકમાં એક ઈંચ : સિદ્ધપુર, શંખેશ્વર, પાટણ વાગડોદ વિસ્તારમાં છુટાછવાયાં ઝાપટાં
​​​​​​​પાટણ| રવિવારે સાંજના સમયે પાટણ જિલ્લામાં મેઘ ગર્જના સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. પવન સાથે સરસ્વતી પંથકમાં 25 મીમી વરસાદ પડ્યો હતો. જેના કારણે બાજરીના પાકને નુકસાન થયું હતું. આ ઉપરાંત પાટણ, સિદ્ધપુર, શંખેશ્વર, વાગડોદ પંથકમાં ઝાપટાં પડ્યાં હતાં.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...